મોરબી, રાજકોટ, ગાંધીધામ સહિત અનેક વિસ્તારોના પોલીસ ચોપડે ચડી ચૂકેલ રીઢા બાઈક ચોરને ચોરાઉ બાઈક સાથે મોરબી સીટી -એ ડીવિઝન પોલીસે ઝડપી લીધા હતાં.
મોરબીના મચ્છુમાતાના મંદીર તરફથી મકરાણીવાસ રામઘાટ તરફ બાઇક ચોરીનો રીઢો આરોપી નંબર પ્લેટ વગરનું એક્ટીવા લાઈ નિકળશે તે અંગેની બાતમીને પગલે પોલીસે વોચ ગોઠવી હતી આ દરમિયાન દરબારગઢ તરફથી એક શખ્સ બાઈક લઈ શંકાસ્પદ હાલતમાં નીકળતા પોલીસે તેને અટકાવી તલાશી લીધી હતી. જેમાં હાજીભાઇ અકબરભાઇ માણેક (ઉ.વ -૨૬ રહે.વીશીપરા વાડી વિસ્તાર મોરબી)નામના આ શખ્સ પાસેથી એકટીવા મોટર સાયકલના કાગળો માંગતા ડોક્યુમેન્ટ હાજર મળ્યા ન હતાં જેથી એકટીવાના એન્જીન ચેસીસ નંબર પોકેટકોપ દ્વારા સર્ચ કરી તાપસ હાથ ધરી હતી. જેમાં આ બાઈક ચોરાયેલ હોવાનું માલુમ પડતા પોલીસે આરોપીની આગવી ઢબે પુછપરછ કરતા લાતી પ્લોટ શેરી નં .૦૧ પાસેથી બાઈક ચોરીની આરોપીએ કબૂલાત આપી હતી. જેને પગલે પોલીસે આરોપીને ઝડપી લઈ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.