હળવદ આનંદ પાર્ક વોટર વર્કસ બાજુમાં પાણી ની પાઈપ લાઈન તૂટી જતા રોજનું હજારો લીટર પાણીનો વેડફાટ થતો હોવાની ફરિયાદ વિસ્તારના રહેવાસીઓ દ્વારા અનેક વખત કરવામાં આવી હતી અને દિવસો જતા આ વેડફાયેલા પાણીથી નાનકડા તળાવ નું નિર્માણ પણ થઈ ગયું હતું પરંતુ આ અંગે નો એહવાલ ગઈકાલે સૌથી પહેલા મોરબી મિરરમાં પ્રસિદ્ધ થયો હતો જેને લઇને તંત્ર સાબદું થયું હતું અને હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઈ માળીએ તાત્કાલિક પાલિકાના કર્મચારીને આદેશ આપી તાત્કાલિક ધોરણે પાણીની પાઇપલાઇન રીપેરીંગ કરાવી હજારો લીટર પાણીનો વેડફાટ બંધ કરાવ્યો હતો. આમ અંતે હળવદ નગરપાલિકા તંત્ર પાણી બચાવવા માટે જાગૃત થયું હતું.