Saturday, May 4, 2024
HomeGujaratમોરબીના નીચી માંડલ ગામે થયેલી ચોરીનો ભેદ ઉકેલવા ડોગ સ્કવોડની મદદ લેવામાં...

મોરબીના નીચી માંડલ ગામે થયેલી ચોરીનો ભેદ ઉકેલવા ડોગ સ્કવોડની મદદ લેવામાં આવી

મોરબીના નીચી માંડલ ગામના ત્રણ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને લાખોની મત્તાની ચોરી કરી હતી. ચોરીનાં આ બનાવ અંગે નીચી માંડલ ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા કાન્તીભાઈ કુણપરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૦ ના રાત્રીથી સવાર દરમ્યાન અજાણ્યા ઇસમોએ તેના મકાન તેમજ અન્ય મકાનમાં સુતા હોય ત્યારે આવીને દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરના કબાટમાં રાખેલ ૨ તોલા વજનના સોનાના પાટલા નંગ ૨ કિં.રૂ.૫૬,૦૦૦/- અને રોકડ રૂ. ૯૦,૦૦૦ તેમજ અન્ય મકાનમાંથી રોકડ રૂ.૪૧,૦૦૦/- સહીત કુલ રૂ. ૧,૮૭,૦૦૦ ની મત્તા ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી છે. મેરબી તાલુકા પોલીસે ચોરીનાં બનાવની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે તો આ ચોરીનો ભેદ ઉકેલવા મામલે પોલીસ દ્વારા ડોગ સ્કવોડની મદદ લેવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!