ધ ડર્ટી પિક્ચરની હિરોઇન આર્યા બેનર્જીની હત્યા નથી થઈ : રિપોર્ટમાં ખુલાસો થયો
વિદ્યા બાલન (Vidhya Balan)ની ફિલ્મ ‘ધ ડર્ટી પિક્ચર’ (The Dirty Picture) સહિત ઘણી બોલિવૂડ ફિલ્મોમાં નજર આવી ચુકેલી એક્ટ્રેસ આર્યા બેનર્જી (Arya Bangerjee)નું નિધન થઇ ગયુ છે. આર્યાએ શુક્રવારનાં તેનાં કોલકાત્તા સ્થિત ઘરે મૃત મળી આવી હતી. એક્ટ્રેસ તેનાં ઘરમાં એકલી જ રહેતી તી. એક્ટ્રેસનાં મોતનો ખુલાસો ત્યારે થયો જ્યારે તેનાં ઘરમાં કામ કરનારી શુક્રવારે સવારે તેનાં ઘરે પહોંચી હતી. જે બાદ કામવાળીએ પોલીસને તેનાં ઘરનો દરવાજો તોડી આર્યાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.શરૂઆતમાં આર્યાનાં મોતનું મર્ડર કરવામાં આવ્યું હોવાની વાત હતી.
પોલીસે એક્ટ્રેસનું શવ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું અને હવે તેની પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ સામે આવી ગયો છે. આર્યાની ઓટોપ્સી રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, આર્યાનું મર્ડર નથી થયુ પોલીસ મુજબ, એક્ટ્રેસનાં શરીરમાં ઘણી માત્રામાં દારૂ મળ્યો હતો. જે એક્ટ્રેસને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હોવાની સંભાવના છે. કોલકાત્તા પોલીસનાં જોઇન્ટ કમિશ્નર મુરલીધર શર્માએ જણાવ્યું કે, આર્યા બેનર્જી લિવરને સિરોસિસથી પીડાય છે. ‘આ એક હત્યાનો મામલો નથી. મોત સમયે તેનાં પેટમાં ઘણી માત્રામાં દારૂ મળી આવ્યો હતો.’