મોરબી જિલ્લામાં વધુ એક ટેઇલરને અકસ્માત નડ્યો છે. હળવદ હાઇવે રોડ પર પુરપાટ ઝડપે જતા ટેઇલરે પલ્ટી મારી જતા ટેઇલરે ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, ગત તા.૧૬/૦૩/૨૦૨૩ સવારના આશરે પાંચેક વાગ્યાના સુમારે અમીનકથાત છોટુકથાત (રહે. હરાજપુરા ગામ, તા.મસુડાજી.અજમેર રાજસ્થાન) નામનો શખ્સ GJ12BX6964 નંબરનું પોતાનું ટાટા ૪૦૧૮ મોડલનું ટેઇલર અત્યંત બે ફિકરાઇ પૂર્વક પુર ઝડપે ચલાવી લઈ જતો હતો. ત્યારે દેવળીયા ચોકડી, હળવદ હાઇવે રોડ પર ટેન્કરે પલ્ટી મારી જતા તેના ચાલકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી. જેના કારણે ટેન્કર ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે હળવદ પોલીસે સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.