પતિ તેમજ સાસુ-સસરા સામે પણ શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ
મોરબી: મોરબીમાં કામધંધો કરવાનું કહેતા પતિએ પત્નીને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. પતિ તેમજ સાસુ-સસરા સામે પણ શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મોરબીના મહિલા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ભાવીનીબેન વિશાલભાઈ ચૌહાણ (ઉ.વ.-૩૮ ધંધો- ધરકામ રહે-ગુજરાત હાઉસીંગ બોર્ડ શનાળા રોડ એમ-૯૫૫ એ.કે. સહયોગ હોલની સામે મોરબી હાલ રહે- “વીલામંજુલા” લખધીરવાસ આર્યસમાજના મંદિરપાસે મોરબી (માવતરના ધરે) વાળીએ વિશાલભાઈ નરેન્દ્રભાઈ ચૌહાણ (પતિ), નરેન્દ્રભાઇ લખધીરભાઇ ચૌહાણ (સસરા), ઈલાબેન નરેન્દ્રભાઇ ચૌહાણ (સાસુ), (રહે.-બધા ગુજરાત હાઉસીંગ બોર્ડ શનાળા રોડ એમ-૯૫૫ એ.કે. સહયોગ હોલની સામે મોરબી)વાળાઓ સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી પતિ કાંઈ કામ ધંધો ન કરતા આ કામના ફરિયાદીએ કામ ધંધો કરવાનુ કહેતા તેમજ ઘરકામ તથા અન્ય બાબતોએ અવારનવાર પતિએ ફરિયાદીને ગાળો આપી ઢીકાપાટુ નો મુઢ્માર મારી તેમજ આરોપીઓ સાસુ સસરાએ ફરિયાદીના પતિને ચડામણી કરી અને ફરિયાદીને મેણાટોણા મારી ગાળો આપી સાથે મળી શારીરિક અને માનસિક દુ:ખ ત્રાસ આપ્યો હતો.
જેથી પોલીસે મહિલા પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.