માળીયા મિયાણાં પોલીસે મોરબી સબ જેલમાથી વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ કાચા કામના કેદીને પકડી પાડતી પાડી મોરબી સબ જેલ ખાતે ધકેલી દીધો હતો.માળીયા મિયાણા કોર્ટે સજા ફટકારેલ આરોપી મોરબી સબ જેલ ખાતે કાચા કામના કેદી તરીકે સજા ભોગવતો હોય જે કેદી રજાકભાઈ ગરભાઈ મોવર (ઉ.વ.૨૫ રહે. માળીયા મિયાણા વાડા વિસ્તાર જી.મોરબી)ને તા.ર ૮ / ૦૧ / ૨૦૨૨ થી તા .૨૯ / ૦૩ / ૨૦૨૨ સુધીના વચગાળાના જામીન પર જેલમાંથી મુકત કરવામાં આવ્યો હતો જે કેદીને તા.૩૦/૦૩/૨૦૨૨ ના રોજ મોરબી સબ જેલ ખાતે હાજર થવાનું ફરમાન હોય પરંતુ આરોપી વચગાળાના જામીન પરથી હાજર થયેલ ન હોય જે ફરાર આરોપીને પોલીસે માળીયા (મિ.) વાડા વિસ્તારમાંથી પકડી પાડી મોરબી સબજેલ ખાતે મોકલવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.