બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબીના ગ્રીન ચોક પાસે આવેલી પારેખ શેરીમાં રહેતા અને ત્રાજપર ચોકડી પાસે આવેલ આઇ.આઇ.એફ.એલ. ગોલ્ડ લોન કંપનીની બ્રાંચમા નોકરી કરતા ભાવીનભાઇ મહેન્દ્રભાઇ મહેતા (ઉ.વ-૩૧) એ આરોપી હાર્દીકભાઇ લલીતભાઇ દવે (ઉ.વ-૨૪ રહે અનંતનગર શેરી નંબર-૨ સામાકાંઠે મોરબી-૨ હાલ રહે-ચાકુ દેપાળાની શેરી જુની પોસ્ટ ઓફીસ ધાંગ્રધા જી-સુરેન્દ્રનગર) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૫ ઓક્ટોબરથી તા.૨૧ ઓક્ટોબર દરમ્યાન આરોપીએ છેતરપીંડી કરી હતી.જેમાં આરોપી છેલ્લા એક વર્ષથી આઇ.આઇ.એફ.એલ. ગોલ્ડ લોન ફાયનાન્સ કંપનીની ત્રાજપર ચોકડી નજીક આવેલ બ્રાંચમા ઇન્ચાર્જ મેનેજર તરીકે પોતાની નોકરી કરતા હોય તે વખતે કંપની તથા કંપનીના ગ્રાહકો સાથે વિશ્વાસ કેળવી ફાયનાન્સ કંપનીના ગ્રાહકની લોનના કુલ રૂ. ૮,૧૦,૦૦૦/- ફાયનાન્સ કંપનીમા ભરપાઇ ન કરી કંપની તથા ગ્રાહકો સાથે છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે બી ડિવિજન પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.