દિવાળીના તહેવારને આડે હવે એક દિવસ જ બાકી રહ્યો છે. ત્યારે મોરબીવાસીઓ શાંતિપૂર્ણ માહોલમાં દિવાળીના તહેવારની ઉજવણી કરી શકે તે માટે મોરબી જિલ્લા પોલીસ દ્વારા લોકોને સૂચનો જાહેર કર્યા છે. અને બહર જતી વખતે આજુ બાજુના પોલીસ મથકમાં જાણ કરવા લોકોને સજાગ કરાયા છે.
મોરબી જિલ્લા પોલીસ દ્વારા તહેવારો દરમ્યાન ધ્યાન રાખવા જેવી બાબતો આપતા જણાવવામાં આવ્યું હતું કે, તહેવારો દરમ્યાન બહારગામ જવાનું થાય ત્યારે ઘરમાં રાખેલ કિંમતી દાગીનાઓ બંધ મકાનમાં ન રાખતા તમારા સબંધીને ત્યાં અથવા લોકરમાં રાખવા., તમારી કારમાં કિંમતી ચીજ વસ્તુઓ, દાગીના, રોકડા રૂપીયા, મોબાઇલ કે લેપટોપ જેવી વસ્તુઓ મુકાવી નહિ., બેંક, જવેલરી શોપ કે આંગળીયા પેઢીમાં જતા અને પાછા ફરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તમારો કોઇ પીછો કરતુ નથી. અને જો કોઈ પીછો કરતુ હોય તેવુ લાગે તો તાત્કાલીક પોલીસનો સંપર્ક કરવો., બહારગામ જાવ ત્યારે તમારા ઘરના સી.સી.ટી.વી. કેમેરા ચાલુ હાલતમાં છે કે નહિ તે ચેક કરી લેવા., તહેવારો દરમ્યાન સોસાયટીમાં ૨૪ કલાક વોચમેન રાખવા તથા વોચમેનની ફોટા સહિતીની માહિતી પોલીસ સ્ટેશને જમા કરાવવી., સોસાયટીમાં સી.સી.ટી.વી.કેમેરા લગાડવા., જાહેર રસ્તાઓ પર ચાલતી વખતે અથવા મોટરસાયકલ પર જતી વખતે કોઇ તમારા હાથમાંથી તમારો કિંમતી સામાન ઝુંટવી ન લે તેની ખાસ તકેદારી રાખવી. જેવી બાબતો મોરબી જિલ્લા પોલીસ દ્વારા જણાવવામાં આવી હતી.