આજકાલ દરેક કામ સોશિયલ મીડિયા માં થઈ જતા હોય છે જેમાં અમુક લોકો ખોટા કામ પણ કરતા હોય છે એવો જ એક કિસ્સો મોરબીમાં બન્યો છે જેમાં મોરબીમાં સો ઓરડીમાં રહેતા ધૃપદબા દિનેશભાઈ બારહટ નામની મહિલાએ વોટસઅપ ગ્રુપ માં રહેલી અન્ય મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી.
જેમા ફરીયાદી ધ્રુપદ બા નામની મહિલાએ હંસાબા જશુભા ગઢવી (રહે.વાલવોડ તા.બોરસદ,જી.આણંદ )વાળી વાળી મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી કે આરોપી મહિલાએ ફરીયાદી ધ્રુપદબા નામની મહિલા વિશે અભદ્ર ભાષા નો ઉપયોગ કરી ને સમાજમાં બદનામી થાય તે રીતના મેસેજ કરેલ હતો અને ફરીયાદી મહિલા ના ચારિત્ર્ય વિશે અભદ્ર શબ્દ પ્રયોગ કરીને ઓડિયો ક્લિપ પણ વાયરલ કરી હતી જેથી મોરબી સીટી બી.ડિવિઝન પોલીસ દ્વારા ગુનો દાખલ કરી ને આરોપી મહિલાને ઝડપી પાડવામાં આવી છે.