Tuesday, November 26, 2024
HomeGujaratમોરબી સેસન્સ કોર્ટ દ્વારા ચકચારી મારામારીના કેસમાં આરોપીઓને નિંદોષ જાહેર કરાયા

મોરબી સેસન્સ કોર્ટ દ્વારા ચકચારી મારામારીના કેસમાં આરોપીઓને નિંદોષ જાહેર કરાયા

મોરબીના રફાળીયા ગામે થયેલ ચકચારી મારામારી તથા એટ્રોસીટી કેસમાં બચાવ પક્ષનાં વકીલની ધારદાર દલીલોને સેસન્સ કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપીઓને નોર્દોષ છુટકારો આપ્યો છે. પંચાય આરોપીઓએ આધેડ પર ઘાતકી હુમલો કર્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ કે રફાળીયા ગામે લીલાભાઈની ડેરી પાસે શેરીના નાકે ફરીયાદી તથા સાહેદ ધરે જતાં હોય ત્યારે ખુશ્બુબેન આરીફભાઈ નાનણી અને ફરીયાદીના દીકરા વચ્ચે ફોન બાબતે ઝધડો થયેલ હોય જે બાબાતનો ખાર રાખી ફરીયાદીને જ્ઞાતી પ્રત્યે અપમાનીત અને હડધુત કરી ગાળો બોલી ઝઘડો કરી પાંચેય આરોપીઓ ખુશ્બુબેન આરીફભાઈ નાનણી, હીનાબેન જીવણભાઈ સીસા, નસીમબેન સુલતાનભાઈ મલેક, સુલ્તાનભાઈ કરીમભાઈ મલેક, આરીફભાઈ ઉર્ફે ઈરફાનભાઈ અનવરભાઈ નાનાણીએ ફરીયાદીને ઢીકાપાટુનો મુંઢ માર મારી ભુંડા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાબતે કાયદેસર તપાસ ચાલુ કરી મોરબી તાલુકા પોલીસે ફરીયાદીની ફરિયાદના આધારે તમામ આરોપીઓની ધરપકડ કરેલ હતી.

જે કેસ મોરબીના બીજા એડી. ડિસ્ટ્રી. જજ વી.એ.બુધ્ધની કોર્ટમાં ચાલેલ અને તમામ આરોપીઓ તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપ આર. અગેચાણીયા રોકાયેલા હતા.તેમજ ફરીયાદ પક્ષે ફરીયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટર તથા તપાસ કરનાર અધીકારીની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ કે ફરીયાદ પક્ષે ફરીયાદથી વિરુધ્ધનો અને વિપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને સરકારી સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદ પક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. તેમજ સરકારપક્ષ આરોપી સામે કેસ સાબીત કરવામાં તદન નિષ્ફળ રહેલ છે અને નામદાર કોર્ટમાં દલીલ કરેલ કે જયા સુધી આરોપીઓ સામે સરકાર શંકારહીત કેસ સાબીત ન કરી શકે ત્યાં સુધી આરોપીઓને નિર્દોષ માનવા જોઈએ તેમજ વધુમાં નામ. સુપ્રીમ કોર્ટે અને ગુજરાત હાઈકોર્ટ આપેલ જે ચુકાદા પર પણ આધાર રાખી આરોપીઓ તદ્દન નિર્દોષ છોડી મુકવા જોઈએ તેવી ધારદાર દલીલ કરેલી. જેને લઈ બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ દીલીપ આર. અગેચાણીયાની તમામ દલીલો માની નામદાર કોર્ટે તમામ આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે. આ કેસમાં આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપ આર. અગેચાણીયા, યુવાન એડવોકેટ જીતેન ડી.અગેચાણીયા, જે. ડી. સોલંકી, હીતેશ પરમાર, રવી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા, ક્રિષ્ના જારીયા રોકાયેલ હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!