Thursday, October 22, 2026
HomeGujaratમનપાની એએનસીડી શાખાએ અત્યાર સુધીમાં ૩,૯૧૦ રખડતાં પશુ પકડ્યા

મનપાની એએનસીડી શાખાએ અત્યાર સુધીમાં ૩,૯૧૦ રખડતાં પશુ પકડ્યા

મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ જાહેર માર્ગો પરથી અત્યાર સુધીમાં ૩,૯૧૦ રખડતાં પશુઓને પકડી ગૌશાળા, નંદીઘર અને પાંજરાપોળમાં મોકલવામાં આવ્યાં છે. ચાલુ અઠવાડિયે પણ ૨૫ પશુ પકડવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા જાહેર માર્ગો પર અડચણરૂપ બનતાં રખડતાં પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકા બન્યા બાદ આજદિન સુધીમાં કુલ ૩,૯૧૦ પશુઓ પકડવામાં આવ્યાં છે, જ્યારે ચાલુ અઠવાડિયા દરમિયાન ૨૫ પશુઓને પકડી મોરબી જીલ્લાની આસપાસની ગૌશાળા, નંદીઘર અને પાંજરાપોળમાં મોકલવામાં આવ્યાં છે. મહાનગરપાલિકા હસ્તકના નંદીઘરમાંથી પણ ૬૦૦થી વધુ પશુઓને વિવિધ ગૌશાળા અને પાંજરાપોળમાં મોકલવામાં આવ્યાં છે.

મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા અત્યાર સુધીમાં ૩૦૬ પશુમાલિકોને લાઇસન્સ આપવામાં આવ્યાં છે અને ૪૫ પશુમાલિકોનાં લાઇસન્સ રિન્યૂ કરાયાં છે. ઘાસ વેચાણ માટે ૩૪ પરમિટ આપવામાં આવી છે અને ૪ પરમિટ રિન્યૂ કરાઈ છે. ઉપરાંત, ૪૯ પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને ૧૦ ડોગ લાઇસન્સ રિન્યૂ કરાયાં છે. શહેરમાં કુલ ૨,૯૨૦ પશુઓનું RFID તથા ટેગિંગ કરવામાં આવ્યું છે. શાખા દ્વારા પશુમાલિકોને પશુઓનું રજિસ્ટ્રેશન કરાવવા તેમજ પેટ ડોગના માલિકોને પણ પોતાના પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન કરાવવા અપીલ કરવામાં આવી છે. જાહેર માર્ગો પરથી રખડતાં પશુઓને પકડવાની તથા RFID અને ટેગિંગની કામગીરી આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!