ગુજરાતનો નાગરિક સ્વસ્થ રહે, નિરામય રહે અને ઉન્નતિના શિખરો સર કરે તે માટે મુખ્યમંત્રીએ આજે નિરામય ગુજરાત મહાઅભિયાનનો પાલનપુરથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે ત્યારે મોરબીમાં નિરામય અભિયાનનો મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબી જિલ્લા પંચાયત ભવન કેમ્પસ ખાતેથી ઉદ્ઘાટન કરાવ્યુ હતું.
આ તકે મંત્રી બ્રિજેશભાઈએ જણાવ્યું હતું કે પ્રવર્તમાન સમયમાં અતિ વ્યસ્ત જીવનશૈલીને કારણે સામાન્ય લોકોમાં પણ લોહીનું ઊંચું દબાણ , ડાયાબિટીસ , કિડનીના રોગો , વિવિધ પ્રકારના કેન્સર જેવા ગંભીર રોગોનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે રાજ્યના નાગરિકોને તંદુરસ્તી બક્ષી અને બીમારીઓથી સુરક્ષાકવચ આપવા માટે તથા બીન ચેપી રોગનું પ્રમાણ ઘટાડવાની નેમ સાથે નિરામય ગુજરાત અભિયાનનો આજથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પ્રારંભ કરાયો છે જેને પગલે મોરબીમાં પણ મોરબીમાં જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પંચાયત તથા આરોગ્ય વિભાગ દ્વારા નિરામય અભિયાનની શરૂઆત કરાઈ છે. જેના પ્રારંભ દરમિયાન અંદાજે 100 વધુ દર્દીઓના રજીસ્ટ્રશન કરવામાં આવ્યા હતા. મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ વધુમાં જણાવ્યું હતું કે બીનચેપી રોગને અટકાવવા માટે શરૂ કરાયેલા આ અભિયાનમાં સરકારના અધિકારીઓ લોકોના ઘરે ઘરે જઈ અને લોકોનું નિદાન કારશે ઉપરાંત રોગ જ્યાં સુધી નાબૂદ ન થઈ ત્યાં સુધી અવારનવાર ચકાસણી કરવામાં આવશે. તથા દર શુક્રવારે આ અંગેના કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે તેમ મંત્રી બ્રિજેશભાઈએ અંતમાં જણાવ્યું હતું.
આ તકે રાજયકક્ષા મંત્રી બ્રિજેશભાઈ મેરજા, હિરાભાઈ ટમારીયા, જયંતિભાઇ પડસુંબીયા, પી.જે. ભગદેવ, જાનકીબેન કૈલા, ચંદુભાઇ શિહોરા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.