મોરબીમાં ગત તાં ૧૯ ફેબ્રુઆરી થી ૨૬ ફેબ્રુઆરી સુધી ચોઇસ નમ્બર માટે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયાની જાહેરાત કરાઈ હતી જેમાં ૨૭ અને ૨૮ ફેબ્રુઆરી દરમ્યાન ટુ વિલર માટે ની નવી સિરીઝ GJ36 AE ખોલવામાં આવી હતી તેની ઓનલાઈન હરરાજી થવાનું હતી ત્યારે મોરબીમાં નમ્બરના શોખીનોની VIP નમ્બર મેળવવા માટે હોડ જામી હોય છે અને હાલ માં આરટીઓ દ્વારા તમામ પ્રક્રિયા ઓનલાઈન કરી દેવામાં આવી છે ત્યારે અનેક લોકોએ ટુ વિલર માટે ની GJ 36 AE સિરીઝમાં પોતાના મનપસંદ નમ્બર મેળવવા માટે અરજી કરી હતી મોટાભાગે લોકો પોતાના મનગમતા નમ્બર મેળવવા માટે સિરીઝ ખુલવાની રાહ જોતા હોય છે અને પછી ટુ વહીલર વાહન ની મનગમતી નમ્બરપ્લેટ માટે લોકો વાહન ની કિંમત કરતા ત્રણ ગણા પૈસા પણ ખર્ચી નાખતા હોય છે.
મોરબી આરટીઓ માં આવેલ મનપસંદ નમ્બર મેળવવાની અરજીઓ માં હરાજી કરવામાં આવી હતી જેમાં GJ 36 AE 9999-૬૧હજાર ,અને 0007 માટે 57 હજાર ની બોલી લાગી હતી આ સિવાય GJ 36 AE 8888 ના ૮ હજાર , 4444 ના ૮ હજાર, GJ36 AE 2222 ૮ હજાર ,GJ 36 AE 1111 ના ૮ હજાર ,GJ 36 AE 0999 માં ૮ હજાર રૂપિયા ,GJ 36 AE 0099ના ૮ હજાર રૂપિયા,GJ 36 AE 0001ના ૯ હજાર,GJ 36 AE 0009 ના ૯ હજાર,GJ 36 AE 0002ના ૩૫૦૦ રૂપિયા,GJ 36 AE 0004 ના ૩૫૦૦ રૂપિયા ,GJ 36 AE 0008 ૩૫૦૦ રૂપિયા માં વહેંચાયો હતો ત્યારે ફરી એકવાર 9999 એ આર્ટીઓની તિજોરી ગરમ કરી મસમોટી રકમ અપાવી હતી.