Thursday, April 25, 2024
HomeGujaratમોરબીના ત્રાજપર નજીક જુગાર રમતી છ મહિલા ઝડપાઇ

મોરબીના ત્રાજપર નજીક જુગાર રમતી છ મહિલા ઝડપાઇ

મોરબીના ત્રાજપર નજીક શેરીમાં પત્તા ટીંચતી છ મહિલાઓ પોલીસની ઝપટે ચડી હતી. પોલીસે તમામ મહિલાઓને ઝડપી લઇ તેની વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

ત્રાજપરની હળકાયમા વાળી શેરી જાહેરમાં મહિલાઓ જુગાર રમતી હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસ દોડી ગઇ હતી જ્યાં જુગાર રમતા ગીતાબેન લાલજીભાઈ પાટડીયા, શારદાબેન ગણેશભાઈ શીહોરા, વિજયાબેન જગદીશભાઈ ગાધી, મજુબેન વીરજીભાઈ પીપરીયા, ભાવનાબેન જયસુખભાઈ વરાણીયા અને વર્ષાબેન બચુબાઈ પુરબીયાને પોલીસે ઝડપી લીધી હતી.મોરબી સીટી બી ડીવીઝન પોલીસે રોકડા રૂ.૫૧૫૦નો જથ્થો ઝબ્બે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!