Friday, March 29, 2024
HomeGujaratહળવદ તાલુકાના ૭૦થી વધુ ગ્રામ્યવિસ્તાર ધરાવતું એક માત્ર સરકારી હોસ્પિટલ: દર્દીઓ દવાખાને...

હળવદ તાલુકાના ૭૦થી વધુ ગ્રામ્યવિસ્તાર ધરાવતું એક માત્ર સરકારી હોસ્પિટલ: દર્દીઓ દવાખાને તો ડોકટર ઘરે આરામમાં…

હાલમાં સરકાર દ્વારા આ કોરોના ભાવી વેરિયન્ટ સામે લડવા માટે તબીબી સેવા સધન બનાવી દેવામાં આવી છે.અને લોકોને વધુમાં વધુ આરોગ્ય સેવા પ્રાપ્ત થાય તેવા પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે હાલ શિયાળાની ઋતુ ચાલે છે. ત્યારે લોકોને સામાન્ય તાવ, શરદી સહિત વાઈરલ જેવા અનેક રોગોના ઈલાજ કરાવવામાં માટે હોસ્પિટલનો સહારો લેવો પડતો હોય છે જેને લઈને હળવદની હાર્દસમી એકમાત્ર સરકારી હોસ્પિટલમાં બપોરના ૧૨.૦૨ મિનિટે ડોક્ટર સહિતનો સ્ટાફ ઉપસ્થિત ન રહેતા દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

હળવદ સહિત ૭૦થી ગ્રામ્યવિસ્તાર વચ્ચે એક માત્ર રેફરલ હોસ્પિટલમાં છેલા ઘણા સમયથી અનેક અસુવિધા ઓ‌ જોવા મળે છે.ફિઝ્યોથેરાપી વિભાગ બંધ હોવાથી દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હોસ્પિટલમાં ગાયનેક, ઓથોપેડીક, એમડી, એમ એસ, બાળકોના નિષ્ણાત ડોક્ટર ન હોવાથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હાલ શિયાળાની ઋતુ હોવાથી લોકોને ફેક્ચર થયા બાદ તેમણે કસરત મહત્વની બનતી હોય છે અને આ ફિઝ્યોથેરાપી વિભાગ બંધ હોવાથી હાડકાની ભાંગતુટ વાળા દર્દીઓને કસરત નહિ મળતા ન છૂટકે જિલ્લામાં અથવા રાજકોટ સુરેન્દ્રનગર જવું પડતું હોય છે. અને સમય સાથે દર્દીઓને પણ વધુ તકલીફ પડતી હોય છે.

હળવદના વિનોબા ગ્રાઉન્ડમાં રહેતા મંજુરી કામ‌ કરતા વિધવા મહીલાના એકના એક પુત્રને પેટમાં અસહ દુખાવો ઉપડતા સરકારી હોસ્પિટલે પોતાના પુત્ર બપોરના ૧૨.૦૨ મીનીટે લાવતા ડોકટર કે કોઈ હાજર નહોતુ. સ્ટાફમાં બ્રધર ને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, હોસ્પિટલ નો ટાઈમ ૯થી ૧૨ અને ૪ થી ૬ છે. જો ઈમરજન્સી હોય તો ડોક્ટર આવશે ન કર સાંજે આવજો. અત્યારે ડોક્ટર ઘરે છે. ત્યારે ત્યાંના જાગૃત નાગરિકે આ બાબતે રજૂઆત કરતા ડોક્ટરને ધરેથી બોલાવીને છોકરાને સારવાર આપવામાં આવી હતી જો આવા સમયે બપોરના ૧૨.૦૨ મીનેટે સમગ્ર સ્ટાફ ઘરે જતો રહે તો હોસ્પિટલ કેમ ચાલે ? તેવો શહેરીજનોમાં સવાલ ઉઠવા પામ્યો છે. હોસ્પિટલમાં પીવા માટે પાણીની અપુરતી વ્યવસ્થા હોય તેવી દર્દીઓમાં ફરિયાદ ઉઠવા પામી છે. એટલું જ નહીં હોસ્પિટલના રૂમમાં ધોળા દિવસે કુતરાઓ આરામ કરતા જોવા મળે છે. તો આમાં દર્દીઓની કે તાજી પ્રસુતિ કરેલા બાળકોની સુરક્ષા કેટલી? તેવું ‌ શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યું છે. હળવદ સરકારી હોસ્પિટલની તંત્ર દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવે તેવું લોક માગણી ઉઠવા પામી છે. હળવદ સરકારી હોસ્પિટલમાં જે ફિઝયોથેરાપીસ્ટ ડોકટર છે તે હાલ મેટરનીટી લિવિંગ પર રજા પર છે. તો તેની જગ્યાએ બીજી કોઈ વિકલ્પીક વ્યવસ્થા કરવામાં આવે તેવી શહેરીજનો ની માંગ છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!