ગુજરાતમાં ફરી કોરોનાએ માથું ઉંચકયો હોય તેવી સ્થિતિ જન્મી રહી છે. કોરોના કેસમા ચિંતાજનક વધારો નોંધાઇ રહ્યો છે. ગુજરાતમાં ફરી કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે. તો લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે રોજિંદા સંક્રમિત દર્દીઓનાં વધારા સાથે ડિસ્ચાર્જ થતા દર્દીઓની સંખ્યામાં પણ ખાસો વધારો થયો છે.
મોરબી આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ, આજે જિલ્લામાં કોરોનાના કુલ 12 પોઝીટિવ કેસ નોંધાયા છે. જેમાંથી મોરબી ગ્રામ્યના 08 અને શહેરી વિસ્તારના 02, વાંકાનેર ગ્રામ્યનો 01 અને ટંકારા ગ્રામ્યનો 01 વ્યક્તિ કોરોના પોઝીટીવ આવ્યો હે. જયારે વાંકાનેર ગ્રામ્ય, હળવદ શહેર-ગ્રામ્ય, ટંકારા ગ્રામ્ય અને માળીયા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો છે. જયારે મોરબીનાં 16, હળવદના 07, ટંકારાના 09 અને માળીયાનાં 03 મળી કુલ 35 દર્દીઓ સ્વસ્થ થતા તેઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. જેને લઈ હવે મોરબીમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 150 થી ઘટી 140 પર પહોંચી છે.