માળીયા મિયાણા તાલુકાના મોટીબરાર ગામના સામાજિક કાર્યકર્તાને સમાજના પ્રમુખના નામે ટપાલ આવતા સામાજિક કાર્યકરે આ બાબતે ખરાઈ કરવા ટપાલ પરના નંબર પર કોલ કર્યો હતો આ દરમિયાન સમાજ પ્રમુખે ગાળો આપી કાપી નાખવા ધમકી આપવામાં આવતા માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે માળીયા મીંયાણાં પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર મોટી બરાર ગામે રહેતા સમાજીક કાર્યકર ભુરાલાલ ખીમજીભાઇ મુછડીયાના નામના ૬૧ વર્ષીય આધેડ પોતાના ઘરે હતા આ દરમિયાન સમાજ પ્રમુખના ના નામે ટપાલ આવી હતી. જે ટપાલની ખરાઈ કરવા સામાજિક કાર્યકરે રામજીભાઇ એમ. ધાવડા(મોરબી માળીયા તાલુકા વણકર સમાજના પ્રમુખ) ને ફોન કર્યો હતો આ દરમિયાન આરોપી પ્રમુખે આધેડ સાથે ફોનમા બોલાચાલી કરી ગાળો કાઢી કાપી નાખવાની ધમકી આપી હતી જેને લઈને આરોપી રામજીભાઇ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધાતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.