Saturday, May 4, 2024
HomeGujaratયુવરાજસિંહને છોડાવવા મોરબી રાજપૂત સમાજ મેદાને આવ્યો: કલેકટરને આપ્યું આવેદનપત્ર

યુવરાજસિંહને છોડાવવા મોરબી રાજપૂત સમાજ મેદાને આવ્યો: કલેકટરને આપ્યું આવેદનપત્ર

પરીક્ષા-પેપર લીક, ભરતી કૌભાંડ સહિતના મુદ્દે અવાજ ઉઠાવનાર યુવરાજસિંહ જાડેજા પર નોંધાયેલ હત્યા પ્રયાસ સહિતના કેસો પાછા ખેંચવાની માંગ સાથે મોરબીમાં રાજપૂત કરણી સેના, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મોરબી રાજપૂત સમાજ દ્વારા કલેક્ટરને લેખિત રજુઆત કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

રજુઆતમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પરીક્ષાઓમા યેનકેન પ્રકારે થતા ગોટાળાઓથી પરીક્ષા પહેલા જ પેપર લીકના દાખલાઓ યુવરાજસિંહ જાડેજાએ મીડિયાના માધ્યમથી ઉજાગર કરતા રહ્યા અને અવાજ ઉઠાવતા રહ્યા છે. ઉલ્લેખનીય છે કે , યુવરાજસિંહે ઉઠાવેલા અવાજના કારણે બિનસચિવાલય ક્લાકથી માંડીને અનેક પરીક્ષાઓ રદ્દ કરવાની સરકારને ફરજ પડી હતી.વિધાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે ન્યાય અપાવવા બાબતે સરકારી ભરતીઓમાં થતી ગેરરીતિ બાબતે યુવરાજસિંહ જાડેજા લડત આપતા રહ્યા છે. ત્યારે યુવરાજસિંહ પર ગાંધીનગર પોલીસ દ્વારા ખોટી રીતે ગુનામા લગાવેલ 307 અને 332 જેવી કલમો હટાવીને એમની ધરપકડમાંથી મુક્ત કરવા અમારી માંગ છે.વધુમાં જરૂર જણાયે માટે મોટી લડન આપવાની પણ આગેવાનોએ તૈયારી દર્શાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!