Monday, January 27, 2025
HomeGujaratમોરબીમાં ટેકાના ભાવે ખરીદાયેલા ચણાનો જથ્થો પલળી ગયો, ચણા ગુણીમાં જ ઉગી...

મોરબીમાં ટેકાના ભાવે ખરીદાયેલા ચણાનો જથ્થો પલળી ગયો, ચણા ગુણીમાં જ ઉગી નીકળ્યા

મોરબીમાં ટેકાના ભાવના ચણા ગુણીમાં જ ઉગી નીકળ્યા હતા જેમાં 12 દિવસથી ટેકાના ભાવે ખરીદાયેલા 2500 ગુણી ચણા ખુલ્લામાં પડ્યા હતા જેમાં વરસાદના લીધે પલળી ગયો છે જેના લીધે સરકારને મોટુ નુકશાન થયું છે.

- Advertisement -
- Advertisement -

માર્કેટિંગ યાર્ડમાં ટંકારા, માળીયા અને મોરબી તાલુકાના ખેડૂતોના ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે અને નિયમ મુજબ દરરોજ સવારથી સાંજ સુધીમાં થયેલી ચણાની ખરીદી બાદ 50 કિલોગ્રામ પેકીંગમાં કટ્ટા તૈયાર કરી નિયત ગોડાઉન સુધી પહોંચાડવાના હોય છે પરંતુ મોરબીના કોન્ટ્રાકટર દ્વારા છેલ્લા બાર દિવસથી યાર્ડમાં ખરીદ થતા ચણાંને ગોડાઉન સુધી પહોંચાડવામાં ન આવતા યાર્ડના પ્લેટફોર્મ ઉપર પડેલા અંદાજે 2500 ગુણી ચણાનો જથ્થો પલળી ગયો હોવાનું ખરીદી કરનાર અધિકારીએ જણાવ્યું છે.

જેમાં આ ટેકાના ભાવે ખરીદ કરવામાં આવેલ ચણાનો મોટો જથ્થો પલળી જવા અંગે મોરબી જિલ્લા પુરવઠા અધિકારી શ્વેતા પટેલનો સંપર્ક સાધતા તેમણે કેમેરા સામે કઈ પણ બોલવાનો ઇનકાર કરી દીધો હતો અને મૌખિક જણાવ્યું હતું કે ચણાંનો થોડો ઘણો સ્ટોક પલળી જવા પામ્યો છે બાકીના જથ્થાને સમયસર ઢાંકી દેવામાં આવ્યો હોવાથી બહુ નુકશાન પહોંચ્યું નથી જો કે બેદરકારી મામલે કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવશે તેવું જણાવી માત્ર મોરબી જ નહિ રાજકોટ સહિતના ખરીદ કેન્દ્રોમાં પણ ચણા પલળ્યા હોવાનો બચાવ કર્યો હતો ત્યારે જિલ્લા પુરવઠા અધિકારીના સત્તાવાર જવાબથી તદ્દન વિપરીત સ્થિતિમાં માર્કેટિંગ યાર્ડના ખરીદી પ્લેટફોર્મ ઉપરથી તા.10 જૂન બાદ કોન્ટ્રાકટર દ્વારા ચણાનો ખરીદ કરાયેલ જથ્થો ગોડાઉન સુધી મોકલવામાં જ નથી આવ્યો ઉપરાંત ગોડાઉનમાં મોકલવામાં આવેલા ચણાં પણ પલળી ગયા હોવાનું જણાતા અંદાજે 1500થી 2000 કટ્ટા ચણા પરત યાર્ડમાં આવ્યા છે.આ સંજોગોમાં સવાલ એ ઉઠે છે કે ખેડૂત જયારે ટેકાના ભાવે ચણા વેચાણ કરવા આવે ત્યારે ગુણવતા અને ભેજનું પ્રમાણ માપતું પુરવઠા તંત્ર પોતાના કબ્જામાં ચણા આવ્યા બાદ ખેડૂતની મહેનતને એળે જવા દઈ બેદરકારી દાખવી રહ્યું છે ત્યારે અંદાજે અઢી લાખ કિલોગ્રામ જેટલા ચણાનો જથ્થો પલળી જતા હાલ તો ખેડૂતને નુકશાન જવાની સાથે આવા ઉગી નીકળેલા ચણા ગોડાઉન ભેગા કરી દઈ આવનાર દિવસોમાં રેશનિંગ હેઠળ કે પછી આંગણવાડી કે મધ્યાહન ભોજન યોજનામાં આવો નબળો જથ્થો પધરાવી દેવાશે ત્યારે ચણા પલળી જવા અંગે ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે તે જરૂરી હોવાનું મનાઈ રહ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!