Thursday, October 10, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં વરસાદને લઈને ડેમોની સ્થિતિ અંગે રિઝનલ ફ્લડ સેલ દ્વારા માહિતી...

મોરબી જિલ્લામાં વરસાદને લઈને ડેમોની સ્થિતિ અંગે રિઝનલ ફ્લડ સેલ દ્વારા માહિતી જાહેર કરાઈ

મોરબી જિલ્લામાં પડેલ વરસાદને કારણે જળાશય તેમજ ડેમમાં પાણીની આવક થવા પામી છે. અને અનેક જળાશયમાં પાણીની પુષ્કર આવક થઈ છે. જેને કારણે જળાશય માંથી પાણી છોડવામાં આવ્યું છે. ત્યારે મોરબી રિઝનલ ફ્લડ સેલ દ્વારા છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા તેમજ જળાશયમાં રહેલ પાણીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી પંથકમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. જેને કારણે જળાશયમાં પુષ્કર પ્રમાણમાં પાણીની આવક થવા પામી છે. છેલ્લા 24 કલાકમાં ડેમી -2 માં 36 મીમી, ડેમી -3 માં 10 મીમી, બ્રાહ્મણી -2 માં 20 મીમી, બંગાવડી 40 મીમી વરસાદ નોંધાયો છે. તેમજ મોરબીના જળાશયોમાં વાત કરીએ તો મચ્છુ – 1માં 197 મીમી વરસાદ કુલ નોંધાયો છે. જ્યારે હાલ કુલ જથ્થો MCMT 2435, જળાશયનું હાલનું FRL લેવલ 135.33, હાલનું લેવલ PWL 126.71, ઊંડાઈ 6.32 MT, જીવંત અને કુલ જથ્થો 254.27 MCFT છે. મચ્છુ – 2માં કુલ 128 મીમી વરસાદ નોંધાયો છે. જેમાં કુલ MCMT જથ્થો 3104, જળાશયનું હાલ લેવલ 57.30 PWL, ઊંડાઈ 5.14 MT, જીવંત જથ્થો 673.54 MCFT અને કુલ જથ્થો 807.88 MCFT છે. મચ્છુ – 3 માં 175 મીમી કુલ વરસાદ નોંધાયો જેમાં 283 MCFT કુલ જથ્થો, જળાશયનું હાલનું કુલ લેવલ 28.70 FRL, 27.00 PWL, ઊંડાઈ 4.65 MT, જીવંત જથ્થો 137.4 અને કુલ જથ્થો191.43 MCFT છે. તેમજ એક દરવાજો એક ઇંચ ખોલી 70 ઇન્ફ્લો થતાં 70 પાણીના જથ્થાનું આઉટ ફ્લો કરાયું હતું. ડેમી – 1 માં 175 મીમી વરસાદ કુલ નોંધાયો છે, જળાશયની વાત કરીએ તો 783 MCFT, 60.35 FRL, હાલનું લેવલ 53.96 PWL, 0.62 ઊંડાઈ MT, જીવંત જથ્થો 15.59 MCFT, કુલ જથ્થો 18.2 MCFT, ડેમી – 2 માં કુલ 304 મીમી વરસાદ નોંધાયો છે જેમાં કુલ જથ્થો 753 MCFT, અને જળાશયનું હાલનું લેવલ 48.00 FRL, હાલનું લેવલ 44.50 PWL, ઊંડાઈ 2.5, જીવંત જથ્થો 124.65 MCFT, કુલ જથ્થો 174.79 MCFT અને 1079.00 ઈનફ્લો નદીમાંથી પાણીનું થયું છે, ડેમી – 3 માં કુલ 195 મીમી વરસાદ નોંધાયો, કુલ જથ્થો 339 MCFT, જળાશયનું હાલનું લેવલ 25.60 FRL, હાલનું લેવલ 19.15 PWL, કુલ જથ્થો 7.42 MCFT, બ્રાહ્મણી – 1માં કુલ 110 મીમી વરસાદ નોંધાયો, કુલ જથ્થો 2060 MCFT, જળાશયનું હાલનું લેવલ 64.62 FRL, હાલનું લેવલ 59.71 PWL, ઊંડાઈ 3.32 MT, જીવંત જથ્થો 362.33 MCFT, કુલ જથ્થો 435.33 MCFT, બ્રાહ્મણી – 2માં કુલ 280 મીમી વરસાદ નોંધાયો, કુલ જથ્થો 699 MCFT, જળાશયનું હાલનું લેવલ 44.50 FRL, હાલનું લેવલ 42.75 PWL, ઊંડાઈ 3.6 MT, જીવંત જથ્થો 320.518 MCFT, કુલ જથ્થો 366.461 MCFT અને જેમાં 100 ઇન્ફ્લો SSNL માં થતાં 100 આઉટફ્લો SSNL માં કરવામાં આવ્યું છે. ધોડાધોઇમાં કુલ 130 મીમી વરસાદ નોંધાયો, કુલ જથ્થો 243 MCFT, જળાશયનું હાલનું લેવલ 98.30 FRL, હાલનું લેવલ 97.40 PWL, ઊંડાઈ 4.27 MT, જીવંત જથ્થો 152.31 અને કુલ જથ્થો 199.42 MCFT અને બંગાવડીમાં કુલ 150 મીમી વરસાદ નોંધાયો, જે જળાશયમાં કુલ 130 MCMT જથ્થો, જળાશયનું હાલનું લેવલ 41.05 FRL, હાલનું લેવલ 39.60 PWL, ઊંડાઈ 3.28 MT, જીવંત જથ્થો 56.121 MCFT અને 56.306 MCFT કુલ જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે ઇન્ફ્લો નદીમાંથી 4455.00 પાણીનું થયું છે. હાલ આ મુજબ મોરબી જિલ્લાની પાણીની પરિસ્થિતિ છે. જેના આંકડા તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!