મોરબીના મણિ મંદિર સામે આવેલ શંકર આશ્રમના ગેટ પાસે ગત તા.૨૧ નાં રોજ સાંજે પાંચક વાગ્યાનાં સમયે એક અજાણ્યો રીક્ષા ચાલક સાંજના સમયે સરોજબેન મહેશભાઈ આચાર્ય(રહે.મોચીચોક,મોરબી) નામની મહિલાને બેદરકારી પુર્વક રીક્ષા ચલાવી હડફેટે લઈ ફરાર થઈ ગયો હતો. મહિલાને માથાના ભાગે હેમરેજ થઈ જતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.બનાવ અંગે નોંધાયેલ ફરીયાદ આધારે એસ.પી એસ.આર.ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈની સુચનાને આધારે એ ડિવિઝન પી.આઈ બી.જી સરવૈયાના માર્ગદર્શનમાં પી.એસ.આઇ ચુડાસમાં,હેડ કોન્સટેબેલ કિશોરભાઈ મિયાત્રા,અજીતસિંહ પરમાર,ભાવેશભાઈ મિયાત્રા સહિતના એ આરોપીની અલગ અલગ એંગલથી તપાસ કરી શોધખોળ હાથ ધરી હતી દરમ્યાન ઘટના સ્થળની આસપાસ લાગેલા સીસીટીવીમાં ઘટના કેદ થઈ હતી જેમાં જીજે-૦૩-યુઓ-૦૮૬૮ વાલી ટ્રેસ થતા પોકેટ કેપ એપ્લિકેશન મદદથી તપાસ કરી હતી જેમાં રીક્ષા ચાલકનું નામ, સરનામું મળી આવ્યુ હતું જોકે રીક્ષા ભાડેથી ચલાવવા આપી હોય જેથી આરેપી તેમજ અકસ્માત થયેલ રીક્ષા શોધી પુછતાછ કરતાં આરોપી શિવભાઈ વસંતભાઈ ભૂંસાલ (ઉ.વ.૨૪, રહે. ગુલાબનગર, વીસીપરા,મોરબી)એ રીક્ષા ચલાવતા હોવાનું અને અકસ્માત થયાની કબુલાત આપતા આરોપી ની અટક કરી તેના વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.