વિરપરડા ગામથી હાઇવે રોડને જોડતો માર્ગ બિસમાર હાલતમાં હોવાથી ગ્રામજનો પરેશાની ભોગવતા હતા જે બાબત ગામના સરપંચ અજયસિંહ જાડેજાને ધ્યાને આવતા તેઓએ તાત્કાલિક કામ મંજુર કરાવ્યું હતું જે કામનું સરપંચ અજયસિંહના હસ્તે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ.
મોરબી તાલુકાના વિરપરડા ગામથી જામનગર નેશનલ હાઇવે સુધીના માર્ગને ડામરથી મઢવા અંગે ગ્રામજનોની માંગને લઈને ઉચકક્ષાએથી એક કિલોમીટરના માર્ગ માટે રૂપિયા 14,99,400 નો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો ત્યારે આ રોડના કામનું વિરપરડા ગામના જાગૃત સરપંચ અજયસિંહ જાડેજાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે સરપંચ અજયસિંહે કામમાં ગુણવતા જાળવી રાખવા સૂચન આપ્યું હતુ અને ગેરરીતિ ન ચલાવી લેવાની સ્પષ્ટ સૂચના આપી હતી. આ અવસરે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને મીઠાઈ વિતરણ થકી એક બીજામાં મો મીઠા કરવી આનંદ વ્યકત કર્યો હતો.