Sunday, January 12, 2025
HomeGujaratમોરબીના પીપળી રોડે થયેલ ૨૯ લાખની લુંટનો ભેદ ઉકેલાયો:સાત લુંટારાઓની ગેંગ ઝડપાઈ...

મોરબીના પીપળી રોડે થયેલ ૨૯ લાખની લુંટનો ભેદ ઉકેલાયો:સાત લુંટારાઓની ગેંગ ઝડપાઈ એકની શોધખોળ

મોરબીમાં ગત તા.૧૫/૧૨/૨૦૨૨ ના સાંજના સમયે કારખાનાની રોકડ રકમ રૂ.૨૯,૦૦,૦૦૦/- લઇને પોતાના ઘરે જતા કેશીયર સાથે પોતાની કાર ભટકાડી દઈ તેની પાસેથી અજાણ્યા ત્રણ ઈસમોએ કડા રૂપીયા ભરેલ થેલો ઝુંટવી લૂંટ ચલાવતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જે ઘટનાની ગંભીરતા જાણી મોરબી ક્રાઇમ બ્રાંચે ગણતરીના દિવસોમા ભેદ ઉકેલી લુંટમાં ગયેલ મુદામાલ તથા લુંટ કરતી ગેંગના કુલ-૭ સભ્યોને પકડી પાડ્યા છે જ્યારે એક આરોપીની શોધખોળ હાથ ધરાઇ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગત તા.૧૫/૧૨/૨૦૨૨ ના સાંજના સમયે આ કામના ફરીયાદી ચંદ્રેશભાઇ સવજીભાઇ શીરવી કે જે પીપળી રોડ ઉપર આવેલ કેલેફેક્શન ટેકનો પ્રા.લી. નામના કારખાનામાં કેશીયર તરીકે નોકરી કરતા હોય અને જેઓ કારખાનાની રોકડ રકમ રૂ.૨૯,૦૦,૦૦૦/- લઇને કારખાનાથી પોતાના ઘર તરફ મોટર સાયકલ ઉપર જતા હતા. તે દરમ્યાન અજાણી ફોર વ્હીલ કારે મોટર સાયકલ સાથે ગાડી ભટકાડી ફરીયાદીને પાડી દઇ અજાણ્યા ત્રણ માણસો ફોર વ્હીલમાંથી ઉતરી ફરીયાદીને ઢીકાપાટુનો મુંઢ માર મારી ફરીયાદી પાસે રહેલ રોકડા રૂપીયા ભરેલ થેલો ઝુંટવી જઇ ફરીયાદીને સામાન્ય ઇજા કરેલ હોય જે બાબતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીઓ તથા મુદામાલ શોધી કાઢવા બાબતે રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવે સુચના આપતા મોરબી જિલ્લા એસ.પી રાહુલ ત્રીપાઠીની સુચના અને જરૂરી માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી અને મોરબી તાલુકા પોલીસે સંયુકત રીતે ગુનામાં વપરાયેલ ફોર વ્હીલ કાર તથા આરોપીઓને તાત્કાલિક શોધી કાઢી ગુન્હો ઉકેલી કાઢવા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડ / ટેકનીકલ ટીમની અલગ અલગ ટીમો સાથે પ્રયત્નો હાથ ધર્યા હતા.

તપાસ દરમ્યાન બનાવ સ્થળની વિઝીટ કરી પ્રથમ ફરીયાદી જે કારખાનામાં કામ કરતા હતા તે કારખાનામાં કામ કરતા અન્ય સહ કર્મચારી તેમજ જરૂરી શકમંદોની પુછપરછ કરવામાં આવેલ. તેમજ ઉંડાણ પુર્વકની તપાસ દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સ માધ્યમમાથી જાણવા મળેલ કે આ કામના ફરીયાદી જે કારખાનામા કામ કરે છે. તેઓની સાથે કામ કરતા કર્મચારીએ આ બાબતે ટીપ આપેલ હોય અને ગુનાને અંજામ આપનાર આરોપીઓ હોન્ડા સીટી, કીયા તથા બલેનો ગાડીનો ઉપયોગ કરેલ હોય અને લુંટના ગુનાને અંજામ આપતા પહેલા આરોપીઓ દ્વારા કારખાનાથી લઇ મોરબી સુધીના રૂટની રેંકી કરેલનુ જાણવા મળ્યું હતું. તેમજ બનાવના દિવસે ફરીયાદી રોકડ રકમ સાથે ફેકટરીએથી ઘર તરફ જવા નીકળતા આ લુંટના ગુન્હાને અંજામ આપેલ હોય, જે ગુન્હાને અંજામ આપનાર અર્જુનગીરી નારદગીરી ગોસાઇ, ભગવાન ઉર્ફે ભગો કરશનભાઇ આલ, દશરથ ઉર્ફે લાદેન જાલુભાઇ પરમાર, મહિપાલસિંહ ઉર્ફે મહીપતસિંહ અભેસંગ ગોહીલ, મયુરભાઇ ઉર્ફે મયુરસિંહ દિલીપભાઇ ડોડીયા, રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા દિલીપસિંહ લીંબોલા, શકિતસિંહ ઉર્ફે ભાણો નીનુભા ગોહીલ કુલ-૭ ઇસમોને ગયેલ મુદામાલ પૈકીના રોકડા રૂપીયા ૧૫,૦૦,૦૦૦/-, જીજે-૦૪-એપી-૧૧૦૯ નંબરની રૂ.૨,૦૦,૦૦૦/-ની કિંમતની હોન્ડા સીટી કાર, જીજે ૧૩ સીએ ૦૦૦૮ નંબરની રૂ.૪,૦૦,૦૦૦/-ની કિંમતની બલેનો કાર, નંબર પ્લેટ વગરની રૂ.૭,૦૦,૦૦૦/-ની કિંમતની કીયા કાર તથા ૬ મોબાઇલ ફોન મળી કુલ રૂ.૨૮,૩૦,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જયારે હજુ સુરેન્દ્રનગરના ચોટીલા થાનરોડ, ભુમી સોસાયટીમાં રહેતા મનીષ સોલંકીને પકડવાનો બાકી છે. ત્યારે પકડાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે.

 

આ કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઇ કે.જે.ચૌહાણ તથા પીએસઆઈ એન.એચ. ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા. તેમજ મોરબી તાલુકા પોલીસ મથક પીઆઈ કે.એ.વાળા તથા સ્ટાફના માણસો જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!