સમાજમાં પોલીસનું મહત્વનું સ્થાન છે અને બધી વિડંબના વચ્ચે પોલીસ સતત ખડેપગે ફરજ અદા કરે છે ત્યારે નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક પશ્ચિમ રેલ્વે અમદાવાદના ડીવાયએસપી ઈમ્તિયાઝ કોંઢિયા દ્વારા સમાજમાં પોલીસની ભૂમિકા વિષય ઉપર વ્યાખ્યાન રજૂ કરાયું છે.
જેમાં જણાવ્યુ છે કે
કોઇ પણ દેશની પ્રગતિનો આધાર તે દેશની રાષ્ટ્રીય એકતા અને અખંડીતતા પર રહેલો છે. વિવિધતાથી ભરપુર એવા આપણા દેશમાં રાષ્ટ્રીય એકતા જળવાઇ રહે એ રાષ્ટ્રીય હિત માટે અનિવાર્ય છે. રાષ્ટ્રીય એકતા અને અખંડતામાં પોલીસ ની ભુમીકા ખુબ જ મહત્વની છે.
પોલીસ એ રાજ્ય સરકાર દ્વારા સશકત વ્યક્તિઓની રચના કરેલી સંસ્થા છે. જેનો ઉદ્દેશ કાયદાનો અમલ કરવાનો, નાગરીકોની સલામતી આરોગ્ય અને સંપતિની રક્ષા કરવાનો છે. “રાષ્ટ્રીય એકતા” એ કોઇ સ્થૂળ વસ્તુ નથી. ભાવના અથવા લાગણીઓનો પિંડ છે. એક જ રાષ્ટ્ર ધ્વજની છત્રછાયા હેઠળ નાગરીકતા ભોગવવી, જુદા જુદા ધર્મો, સંપ્રદાયો, જાતીઓ પેટા જાતીઓવાળી પ્રજા વચ્ચે ભાઇચારો. બંધુતા, સમાનતા અને સંપ પ્રવર્તતા માટે પોલીસની સમાજમાં મહત્વની ભૂમિકા રહેલી છે.
આપણા દેશમાં વિવિધ ધર્મ, જાતિ અને કોમના લોકો રહે છે. કોઇ પણ જાતના ભેદભાવ વગર પોલીસ થયેલા અપરાધની તટસ્થ તપાસ કરે છે. પોલીસ દેશમાં નાગરિક સુરક્ષા પુરી પાડવાનું કાર્ય કરે છે. અપરાધોને રોકવા માટે પોલીસ દળ પાસે પ્રમાણમાં મર્યાદિત પરંતુ અસરકારક સત્તાઓ હોય છે. પોલીસ સમાજ માટે ખુબ ઉપયોગી છે. તે કાનુન અને વ્યવસ્થાની જાળવી રાખવામાં સહયોગ આપે છે. દેશની સંપતિને નુકસાન ન થાય તે માટે પોલીસ હંમેશા કાર્યશીલ અને તત્પર રહે છે. થયેલા અપરાધની પુરે પુરી તપાસ કરી તારણો ન્યાય પાલિકા સમક્ષ રજુ કરવાનું કામ પોલીસ કરે છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને રાજ્ય, સમાજ અને દેશની આંતરિક સુરક્ષાને લગતી ગુપ્ત અને મહત્વપુર્ણ જાણકારી આપવી.
છેલ્લા કેટલાક વર્ષોથી આપણા દેશની એકતા અને અખંડીતતાને નુકશાન કરનારા પરીબળો માથું ઉંચકી રહ્યા છે. કોમવાદ, ભાષાવાદ અને પ્રાંતવાદ વગેરે અલગતાવાદી પરીબળો દેશની એકતા અને અખંડીતતાને નુકશાન કરી કરવાનો પ્રયાસ કરી રહેલ છે. જેને રોકવામાં પોલીસની ભમિકા મહત્વની છે. આવા પ્રસંગોએ પોલીસ દેશમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસ મહત્વની ભૂમિકા ભજવે છે. રાષ્ટ્રીય એકતા અને અખંડીતતા કાયમ જળવાય રહે તે માટે પોલીસ સક્રીય પ્રયત્નો કરે છે. ધર્મ કે કોમના નામે પ્રજાને ભડકાવનારા તત્વોને ખુલ્લા પાડવાનું કામ પોલીસ કરે છે.
પ્રાકૃતિક આપદાઓ જેવી કે, ભુકંપ, સુનામી, પુર જેવી આપત્તિઓમાં કોઇપણ જાતના ભેદભાવ વગર પ્રજાની સેવા પોલીસ કરે છે.
આમ કોમી એકતા,રાષ્ટ્રીય એકતા, દેશની અખંડીતતા અને ધર્મ નિરપેક્ષતા જાળવવામાં પોલીસની સમાજ માં બહુ મહત્વની ભૂમિકા રહેલી છે.