મોરબી જિલ્લા ખાણ ખનિજ વિભાગ દ્વારા કરવામાં આવતી ખોટી કામગીરી અને ખાણ ખનીજ માફિયાઓને છૂટો દોર આપી સરકારી તિજોરીને નુકશાન પહોચાડવામાં આવી રહ્યું છે. જે બાબતે મોરબી જિલ્લા સરપંચ જૂથ દ્વારા કલેકટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને ખાણ ખનિજ વિભાગ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
મોરબી જિલ્લા સરપંચ જૂથ દ્વારા કલેકટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. જેમાં સરપંચો દ્વારા રજૂઆત કરાઈ છે કે મોરબી જિલ્લામાં હાલ ખનીજ માફિયા બેફામ બન્યા અને ૨૪ કલાક ખનીજ ચોરી કરી પંચાયત તથા સરકારી તિજોરીને મોટા પાયે નુકસાન કરી રહ્યા છે. જે બાબતે મીરબી જિલ્લા ભૂસ્તર શાખા તદ્દન વામડી બીવડી રહી છે. ખનીજ ચોરી કરતા ખનીજ માફિયાને દંડવાને બદલે જ્યાં પંચાયતના કે લોક હિતના કામ થતા હોય ત્યાં ખોટી રેઇડ કરી ખાણ ખનિજ વિભાગ પોતાની પીઠ થાબડી લે છે. ભેલમાં ગૌર બીજડીયાં ગામે તથા થોડા સમય પેલા લજાઈ ગામે આવાજ લોક હિતના કામ કરતા વાહનો ને દંડવામાં આવ્યા હતા. ત્યારે મોરબી જિલ્લા ભૂસ્તર શાખા સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અને મોરબી જિલ્લાને ખનીજ માફિયાથી બચાવવામાં આવે તેવી રજૂઆત કલેક્ટર પાસે સરપંચ જૂથ દ્વારા કરવામાં આવી છે.