Wednesday, January 8, 2025
HomeGujaratટંકારાના ઓટાળા ગામના સરપંચ દ્વારા ગામના જ યુવક વિરૂદ્ધ કરવામાં આવેલી અરજી...

ટંકારાના ઓટાળા ગામના સરપંચ દ્વારા ગામના જ યુવક વિરૂદ્ધ કરવામાં આવેલી અરજી રદ કરવા જિલ્લા કલેકટરને રજૂઆત કરાઈ

ટંકારા તાલુકાના ઓટાળા ગામના રહેવાસીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને ગામના સરપંચ વિરૂદ્ધ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં ગામના સરપંચ દ્વારા એટ્રોસીટી હેઠળ ખોટી ફરિયાદો કરી હેરાન કરવામાં આવી રહયાં છે તેવી ફરિયાદ કરવામાં આવી છે. તેમજ ગામના સરપંચ દ્વારા અલ્પેશભાઈ સામે કરવામાં આવેલ એટ્રોસીટીની ખોટી રીતે ફરિયાદ કરી છે અને પટેલ સમાજના લોકોને એટ્રોસીટી કેસમાં ફીટ કરવાની ધમકીઓ આપી ડરાવવામાં આવી રહયા છે તેવા આવેદન સાથે ખોટી ફરિયાદ સામે રક્ષણ અને અલ્પેશભાઈ સામે થયેલ એટ્રોસીટીની અરજી રદ કરવા વિનંતી કરવામાં આવી છે….

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના ઓટાળા ગામના કાનજી છગનભાઈ ઘોડાસરા, નરભેરામ છગનભાઈ ઘોડાસરા, અલ્પેશ ગોરધનભાઈ ઘોડાસરા એ અમૃતાબેન મગનભાઈ ઘોડાસરા તથા રોહિત નાનજીભાઈ ફાંગલીયા ભરવાડ સામે મામલતદાર કોર્ટ એકટની કલમ-૫ (૨) મુજબ મામલતદાર ટંકારા કોર્ટમાં અરજી કરતાં મામલતદાર ઓફીસમાં કેસ પેન્ડીંગ છે. આ કેસનો ખાર રાખી રોહિત ભરવાડ તથા અન્ય લોકોએ નીકુલ નરભેરામ ઘોડાસરા, કાનજીભાઈ તેમજ તેમના પુત્ર વિશાલભાઈને રોહિત ભરવાડ તથા અન્ય લોકોએ હુમલો કરી માર મારી રસ્તો બંધ કરી દીધો હતો જે કેસ પાછો ખેંચી લેવા માર મારી પિસ્તોલ બતાવવાના કેસમાં ભરવાડ રોહિતને નામદાર ગુજરાત હાઈકોર્ટ તરફથી શરતી જામીન મળ્યા હતા. મામલતદાર કોર્ટમાં ચાલતા કેસ દરમ્યાન પણ ઓટાળાના સરપંચ સુરેશભાઈ નથુભાઈ પરમાર દરમ્યાનગીરી કરતા હતા. અને રોહિત ભરવાડને સાથ સહકાર આપતા હતાં. સુરેશ પરમાર પ્રથમથી જ અમોને એટ્રોસીટી કેસમાં ફીટ કરી દઈશ તેમ ધમકીઓ આપતા હતા. સુરેશભાઈ પરમારે અલ્પેશભાઈના દુકાનમાં કામ કરતા પાર્થના ફોનમાં બીભત્સ શબ્દોમાં ગાળો તથા માર મારવાની ધમકી આપેલ જેનું રેકોડીંગ પોલીસમાં રજૂ કરવામાં આવ્યું છે. જેથી અલ્પેશભાઇએ તા. ૩૦/૦૮/૨૦૨૪નાં રોજ સુરશ નથુ પરમાર સામે ફરીયાદ કરતાં ઉશ્કેરા જઈ બિલકુલ ખોટી રીતે અલ્પેશભાઈ સામે સુરેશ નથુ પરમારે તા. ૦૧/૦૯/૨૦૨૪ ના રોજ એટ્રોસીટી એકટ વિગેરે મુજબ તદન ખોટી ફરીયાદ કરેલ છે. સુરેશ નથુ પરમાર, રોહિત ભરવાડ ફાંગલીયા તેનાં મિત્ર હોઈ મદદ કરવા માટે ખોટી ફરીયાદ કરી અને સુરેશ નથુ પરમારએ ધમકી આપેલ છે કે ગામના પટેલ સમાજના લોકોને એક પછી એક એટ્રોસીટી એક્ટ કેસમાં ફીટ કરી દઈશું. અને કામધંધો નહિ કરવા દઈએ. તેમજ અગાઉ પર ગ્રામવાસી પર એટ્રોસિટી હેઠળ ફરિયાદ દાખલ કરી હતી ખોટી ફરિયાદ દાખલ કરવાની ધમકીઓ આપી ગ્રામવાસીઓ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી પ્રવૃત્તિ કરતા ગ્રામવાસીઓ ભયની લાગણી અનુભવી રહયા છે. તેથી આવેદન પત્ર પાઠવી ખોટી ફરિયાદ સામે રક્ષણ મેળવવા તેમજ અલ્પેશભાઈ સામે થયેલ ખોટી ફરિયાદ અરજી રદ કરવા જિલ્લા કલેક્ટરને વિનંતી કરાઇ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!