દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૦૨૫ સુધીમાં ભારતને ટી.બી. મુક્ત કરવા માટે આહવાન કરેલ છે. જ્યારે ગુજરાત સરકાર દ્વારા વર્ષ-૨૦૨૨ સુધીમાં ટી.બી. રોગ નીર્મૂલન કરવાનું નિયત કરેલ છે ત્યારે આ હેતુંને સિધ્ધ કરવા માટે મોરબી જિલ્લામાં ૨૬/૦૩/૨૦૨૧ સુધી લોકોના ઘરે ઘરે જઈ ટી.બી.ના એક્ટીવ કેસ શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે.જે અંતર્ગત મોરબી શહેરના અર્બન હેલ્થ સેન્ટર સો-ઓરડી ખાતે આ વિસ્તારના આગેવાન સુરેશભાઈ શિરોહીયા દ્વારા દિપ પ્રાગટ્ય કરી એક્ટીવ કેસ ફાઈન્ડીંગ સર્વે કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં અર્બન મેડિકલ ઓફીસર રીયાઝ, ટી.બી.પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર પિયુષભાઈ જોષી, ટી.બી.હેલ્થ વિઝીટર કલ્પેશભાઈ પાટડીયા આશા બહેન હેમલતાબેન ગોસાઈએ હાજર રહી સર્વે કામગીરીને વેગવંતી બનાવેલ છે.