શિક્ષક એટલે શીખવવાની ક્ષણે કલાકાર,શિક્ષક બાળક સાથે બાળક બની જાય તો બાળકોના પ્રિય બની જાય,બાળકોને, વિદ્યાર્થીઓને વાર્તા સાંભળવી ખૂબ જ ગમતી હોય છે, વાર્તા દ્વારા બાળકની શ્રવણશક્તિ, કલ્પનાશક્તિ અને એકાગ્રતા ખીલે છે,આજના આ સાંપ્રત સમયમાં ટી.વી.અને વોટ્સએપના યુગમાં વાર્તા લુપ્ત થતી જાય છે ભૂતકાળમાં બાળકો દાદા દાદી પાસેથી વાર્તાઓ સાંભળતા હતા પણ આજે લોકો ટીવી અને વોટ્સએપમાં રચ્યા પચ્યા રહેતા હોવાથી બાળકોને વાર્તા સાંભળવાથી વંચિત રહી જાય છે ત્યારે મોરબીની ઝીકીયારી પ્રા. શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રકાશભાઈ ડી.કુબાવતે ઘણી બધી બાળવાર્તાઓ લખેલ છે અને મેગેઝીન,વર્તમાનપત્રોમાં પ્રકાશભાઈની વાર્તાઓ પ્રકાશિત થાય છે ત્યારે એની નોંધ લઈ વર્ષોથી આકાશવાણી રાજકોટ પરથી દર બુધવારે 5:30 કલાકે પ્રસારિત થતા બાળકોના કાર્યકમ એનઘેન દિવાઘેનમાં આ વખતે તા.3/3/21ના રોજ પ્રકાશભાઈ કુબાવતની પ્રેરણાદાયી બળવાર્તા ‘પ્રાણીઓ આપણા મિત્રો ‘ પ્રસારિત થશે.આ વાર્તા સાંભળવા બાળદોસ્તો,શિક્ષકો અને સૌને આહવાન કરવામાં આવ્યું છે