Thursday, January 23, 2025
HomeGujaratટંકારાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તાલુકા કક્ષાનું પ્રજાસત્તાક પર્વ ઉજવાશે

ટંકારાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તાલુકા કક્ષાનું પ્રજાસત્તાક પર્વ ઉજવાશે

પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં મામલતદારના હસ્તે ધ્વજવંદન કરાશે

- Advertisement -
- Advertisement -

ટંકારા : આગામી 26મી જન્યુઆરીએ ૭૨માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીને પગલે મોરબીમાં દેશભક્તિનું વાતવરણ છવાયું છે. ત્યારે ટંકારા પંથકમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટંકારાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તાલુકા કક્ષાનું પ્રજાસત્તાક પર્વ ઉજવાશે અને પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં મામલતદાર હસ્તે ધ્વજવંદન કરાશે.

ટંકારા તાલુકામાં આગામી ૨૬ જાન્યુઆરીને મંગળવારે ૭૨માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી વર્તમાન સ્થિતિને અનુલક્ષીને તાલુકા મથકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવાનુ નક્કી કરવામાં આવ્યું છે. જેમાં મામલતદાર એન. પી. શુક્લના હસ્તે 9 વાગ્યે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. અને બાદમાં પરેડ નિરીક્ષણ અને ઉદબોધન કરાશે. આ ઉપરાંત, રાષ્ટ્રીય પર્વની ઉજવણી શાળા-કોલેજો, સરકારી કચેરીઓ, ન્યાય મંદિર ઉપરાંત ગામ પંચાયતો ખાતે કરવામાં આવશે અને ઠેર-ઠેર ધ્વજવંદન કરીને ત્રિરંગાને ગરિમાપૂર્વક સલામી આપવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!