મોરબી-સુરેન્દ્રનગર જિલ્લામાં બાઈક ચોરીના ગુન્હામાં સંડોવાયેલ ત્રિપુટીને ઝડપી લેવામાં મોરબી તાલુકા પોલીસને જબરી સફળતા મળી છે.પોલીસે લાલપર ગામેથી ત્રણેય આરોપીઓને આઠ ચોરાઉ બાઈક સાથે દબોચી લઈ કાયદેશનરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના લાલપર ગામ નજીક આવેલ સંતકૃપા અર્થમુવર્સ પાસેથી બાઇક લઈ શંકાસ્પદ હાલતમાં નીકળેલ ઇસમોને અટકાવી પોલીસે આકરી પુછપરછ કરી કાગળો માંગતા આરોપી ગેંગેફેંફે કરવા લાગ્યા હતા આથી પોલીસે પોકેટ કોપના માધ્યમથી આ મો.સાના એન્જીન નંબર તથા ચેસીસ નંબર આધારે સર્ચ કરતા બાઈક સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ તથા સરોડી – દેવપરામાંથી તથા મોરબી જીલ્લામાં તાલુકા વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએથી ૦૯ મોટર સાયકલ ચોરી કરેલાની કબુલાત આપી હતી.જેને લઈને પોલીસે આરોપી મુકેશભાઇ પુડાભાઇ ડાભી (ઉ.વ .૨૩, રહે. હાલ – લાલપર,સીસમ સિરામીક સામે, અજંતા પ્લોટ તા.જી.મોરબી મૂળ.સુરેન્દ્રનગર), સેલાભાઇ રણછોડભાઇ ચાવડા (ઉં.વ .૩૧, રહે હાલ – માટેલ કલાસીક કારખાનાના મજુરોની ઓડીમાં, તા.વાંકાનેર, જી.સુરેન્દ્રનગર) અને રમેશભાઇ મેરાભાઇ પરમાર (ઉ.વ .૩૦, રહે. હાલ એન્ટીક સિરામીકની મજુરોની ઓરડીમાં, લગધીરપુર રોડ તા.જી.મોરબી, મુળ જી.સુરેન્દ્રનગર) ને ચોરાઉ હિરો હોન્ડા કંપનીના સ્પ્લેન્ડર તથા સી.ડી ડ્રીમ તથા સી.ડી. ડીલક્ષ બાઈક સહિત ૦૮ મોટર સાયકલ કિં.રૂ ૨.૪૫,૦૦૦ નો મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
આ કામગીરી દરમિયાન પીએસઆઇ વી.જી.જેઠવા, હેડ કોન્સ્ટેબલ સુરેશભાઇ હુંબલ, નગીનદાસ નિમાવત, યોગીરાજસિંહ જાડેજા, હરેશભાઇ આગલ, જરોરાભાઇ ચાવડા, કોન્સ્ટેબલ ફતેસંગ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, જયદીપભાઇ પટેલ, રવિરાજસિંહ ઝાલા, પંકજભા ગુઢા, રવિભાઈ કીડીયા સહિતના ફરજ પર હાજર રહ્યા હતા.