મોરબીમાં હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વધતા સંક્રમણને ટાળવા આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ત્યારે જીલ્લા કલેકટર દ્વારા આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની દુકાનો બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે ત્યારે મોરબીના નહેરુ ગેઇટ ચોકમાં વર્ષોથી ભરાતી શાક માર્કેટમાં શાકભાજી લેવા લોકો ઉમટી પડતા હોય ભીડને કારણે કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે તંત્ર દ્વારા તકેદારીનાં ભાગરૂપે હાલ પૂરતા નહેરુ ગેઇટ ચોકમાં ભરાતી શાક માર્કેટને શનાળા રોડ સરદાર બાગ પાસે ઓમ શાંતિ સ્કૂલ નજીક આવેલ ગ્રાઉન્ડમાં સ્થળાંતર કરવામાં આવી છે. આ શાક માર્કેટ દરરોજ સવારના ૬ થી ૯ દરમ્યાન ખુલ્લી રહેશે.