મોરબી તાલુકાના રાજપર ગામે આવેલ ગાયત્રી ફાર્મહાઉસમાં મજૂરી કામ કરતા ૪૫ વર્ષીય આડેધ એક મહિના પહેલા કોઈને કહ્યા વગર ઘરેથી ચાલ્યા જતા જેની આજદિન સુધી તપાસ કરતા કોઈ ભાળ ન મળતા તેમની પત્નીએ પતિ લાપતા થયાની ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે ગુમસુધા નોંધ કરી શોધખોળ આદરી છે.
ગુમસુધા નોંધની મળતી વિગત અનુસાર મૂળ ભાવનગર જીલ્લાના મહુવાના વતની હાલ મોરબી તાલુકાના રાજપર ગામે ગાયત્રી ફાર્મહાઉસમાં રહેતા સોનલબેન ચીમનભાઇ માધાભાઇ શીયાળ ઉવ.૪૦એ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે સોનલબેનના પતિ ચીમનભાઈ માધાભાઇ શીયાળ ગત તા.૦૫/૦૩ ના રોજ રાજપર ગામે આવેલ ગાયત્રી ફાર્મહાઉસ ખાતેથી કોઈને કઈ કહ્યા વગર નીકળી ગયા હતા જેની આજદિન સુધી સાગા વ્હાલાને ત્યાં તથા ઓળખીતાને ત્યાં તપાસ કરતા ચીમનભાઈના કોઈ સગળ ન મળતા આખરે તેમના પત્ની દ્વારા ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. લાપતા ચીમનભાઈ શરીરે મધ્યમ બાંધાના, વાને ઘંઉવર્ણા, ઉંચાઇ આશરે પાંચેક ફુટ, જેમના એક હાથ ઉપર ગુજરાતીમાં “દેવાભાઇ” તથા બીજા હાથ ઉપર ગુજરાતીમાં “સોનલ” ત્રોફાવેલ છે. ત્યારે મોરબી તાલુકા પોલીસે સોનલબેનની ફરિયાદના આધારે ગુમસુધા એન્ટ્રી કરી અલગ અલગ દિશામાં શોધખોળ શરૂ કરી છે.