Sunday, May 19, 2024
HomeGujaratહળવદ:પિતાએ મોબાઇલમાં વીડિયો જોવાની ના પાડી ઠપકો આપતા સગીરાનો ગળેફાંસો ખાઈ આપઘાત

હળવદ:પિતાએ મોબાઇલમાં વીડિયો જોવાની ના પાડી ઠપકો આપતા સગીરાનો ગળેફાંસો ખાઈ આપઘાત

હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે વાડીમાં ખેત-મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવારની ૧૬ વર્ષીય દીકરીને પિતા દ્વારા મોબાઇલમાં વીડિયો જોવાની ના પાડી ઠપકો આપતા સગીરાને લાગી આવતા ગળેફાસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

બનાવની મળતી માહિતી મુજબ છોટાઉદેપુર જીલ્લાના કુવરપરા ગામના રહેવાસી હાલ હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે ભરતભાઇ મગનભાઇ પટેલની વાડીએ રહી ખેત મજૂરી કરતા પરિવારની ૧૬ વર્ષીય દીકરી કિંજલબેન કમલેશભાઇ નાયકને તેના પિતા કમલેશભાઈ કંચનભાઈ નાયકે મોબાઇલમાં વિડીયો જોવાની ના પાડી અને આ બાબતે ઠપકો આપેલ હોય જેથી તેમની દીકરી કિંજલબેનને મનમાં લાગી આવતા, વાડીમાં કુદરતી હાજતે જવાનું કહી ઝાડની ડાળી સાથે ગળેફાંસો ખાઇ લીધો હતો જે બનાવ બાદ સગીરાને સારવાર માટે હોસ્પિટલ લઇ જતા જ્યાં ગરજ પરના ડોક્ટરે સારવાર દરમ્યાન મરણ જાહેર કરતા હળવદ પોલીસે સમગ્ર બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!