મોરબી જિલ્લાકક્ષાના ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન માટે મોટીબરાર પ્રાથમીક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલી કૃતિ પસંદગી પામી છે.
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ-ગાંધીનગર તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-રાજકોટ આયોજિત ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૧-૨૨ ના વિભાગ-૧ ઈકો ફ્રેન્ડલી સામગ્રી અંતર્ગત રત્નમણિ પ્રાથમિક શાળા-મોટીબરારના વિદ્યાર્થીઓ ડાંગર દિપ સંજયભાઈ અને ડાંગર આશિષ જેઠાભાઈએ શાળાના શિક્ષક અનિલભાઈ બદ્રકિયાના માર્ગદર્શન હેઠળ “ફ્રૂટ કટર મશીન” કૃતિનું નિર્માણ કર્યું હતું.
આ કૃતિ નાનીબરાર સી.આર.સી. કક્ષાએ વિભાગ-૧ માં પ્રથમ નંબર મેળવી માળિયા તાલુકા કક્ષા માટે પસંદ થઈ અને ત્યારબાદ માળિયા તાલુકા કક્ષાએ પણ વિભાગ-૧ માં પ્રથમ નંબર મેળવી જિલ્લા કક્ષાના ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન માટે પસંદ થઈ છે. આ તકે નાનીબરાર સી.આર.સી. હરેશભાઈ ડોડીયા તેમજ શાળાના આચાર્ય નિલેશભાઈ રાજપરાએ વિધાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકને અભિનંદન પાઠવ્યા હતા.