રામજન્મભૂમિ અયોધ્યામાં ભવ્યાતિભવ્ય રામમંદિર નિર્માણ માટે અનેકાનેક લોકો ભાવનાત્મક રીતે જોડાઈને આ મંદિર આપણાં સૌનું છે તેવું અનુભવી રહ્યા છે ત્યારે આજે મોરબીમાં કુબેરનાથ શેરીમાં રહેતા યુવાન રાજવીરસિંહ અજીતસિંહ ચૌહાણે લોકડાઉન દરમ્યાન પોતાના પિતાજીને ગુમાવ્યા બાદ પરિવાર પર આવેલ આર્થિક સંકટ હોવા છતાં પણ સતત નિધી સમર્પણ અભિયાનમાં તો સક્રિય રહ્યા જ પરંતુ હમણાં જ તેમને એક નોકરી મળી જતાં પોતાના જીવનનો પ્રથમ પગાર ભગવાનશ્રી રામના મંદિર માટે અર્પણ કર્યો અને પોતાના જીવનમાં આ કાર્યમાં સંપૂર્ણ સહકાર આપવાના સૌભાગ્યને યાદ કરી ગૌરવાન્વિત થયા હોવાનું જણાવ્યું હતું. યુવાને નોકરી ના મળી હોત તો મજૂરી કરી ને પણ પોતાની પહેલી કમાણી રામ જન્મભૂમિ મંદિર નિર્માણમાં આપવાનો સંકલ્પ કર્યો હતો.