Sunday, October 13, 2024
HomeNewsWakanerવાંકાનેર શહેરમાં વિદેશી દારૂની બોટલ સાથે બે શખ્સો ઝડપાયા

વાંકાનેર શહેરમાં વિદેશી દારૂની બોટલ સાથે બે શખ્સો ઝડપાયા

વાંકાનેર શહેરમાં વિદેશી દારૂની બોટલ સાથે બે શખ્સો ઝડપાયા.વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગે નોંધ કરવામાં આવી છે.ગઈકાલે તા.૨ના રોજ વાંકાનેરમાં નેશનલ હાઇવે રોડ પર જીનપરા જકાતનાકા નજીક કાર રજિ. નં. જી.જે-૦૩-ઇ.આર.-૫૯૩૨માં ડ્રાઇવર શીટ તથા તેની બાજુની શીટ વચ્ચેના ભાગે પરપ્રાંત બનાવટનો ભારતીય ઇગ્લીશ દારૂની શીલ પેક બોટલ – ૧(કી.રૂ. ૩૦૦) વેચાણ કરવાના તથા પીવાના આશયથી રાખેલ મળી આવી હતી. આ બનાવમાં રાજેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા (ઉ.વ.૩૭, રહે. ચોટીલા) તેમજ હસમુખભાઇ કાળુભાઇ સોઢાતર (ઉ.વ. ૨૭, તા.ચોટીલા)ની અટકાયત કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી કાર તથા વિદેશી દારૂની બોટલ મળી કુલ રૂ. ૯૦,૩૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!