મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશ બાંભણિયા, રાણેવાડિયા દેવેશ મેરૂભાઈ વગેરે દ્વારા મોરબી નગરપાલિકાના નંબર પ્લેટ વગરના ચાલતા વાહનોમાં નંબર પ્લેટ લગાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. કોન્ટ્રાકટર અને નગરપાલિકાના નંબર પ્લેટ વગરના વાહનો અકસ્માત સર્જશે તો જવાબદાર કોણ ? તેવા સવાલો સાથે ચીફ ઓફિસર મોરબી, મોરબી કલેકટર, માળિયા મીયાણા ધારાસભ્ય અને આરટીઓ ઓફિસ મોરબી લેખિતમાં રજૂઆત કરી છે…. …
મળતી માહિતી અનુસાર, મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણિયા, રાણેવાડિયા દેવેશ મેરુભાઈ દ્વારા મોરબી નગર પાલિકાના અનેક વાહનો નંબર પ્લેટ વગર ચાલે છે. શું મોરબી આરટીઓને ખબર નથી કે તંત્રના વાહનો નંબર પ્લેટ વગરના ચાલે છે. અક્સ્માત સર્જાય તો જવાબદાર કોણ ? નગરપાલિકા, કોન્ટ્રાકટર કે આરટીઓ કચેરી ? અને અક્સ્માત સર્જાય તો નગરપાલિકા વીમો આપશે.? તેવા સવાલો સાથે તંત્રને પત્ર લખી નંબર પ્લેટ વગરના વાહનોમાં નંબર પ્લેટ લગાડવા રજૂઆત કરી છે. તંત્ર દ્વારા ચલાવવામાં આવતા વાહનો, બસો, ટ્રેકટર, કચરાની ગાડી અને ભૂગર્ભ કાઢવાની ગાડીઓ પણ નંબર પ્લેટ વિના ચાલે છે. ત્યારે ટ્રાફિક પોલીસ અને આરટીઓને રજુઆત કરી છે જે આવા અનેક વાહનો ડીટેઈન કરવામાં આવે તેમજ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સામાજિક કાર્યકરો દ્વારા માંગ કરવામાં આવી છે….