Wednesday, April 17, 2024
HomeGujaratમોરબીમાં ઘર પાસે પાર્ક કરેલ સ્કોર્પિયો કારની ચોરી, ફરિયાદ નોંધાઈ

મોરબીમાં ઘર પાસે પાર્ક કરેલ સ્કોર્પિયો કારની ચોરી, ફરિયાદ નોંધાઈ

બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી-૨માં નવા સેવા સદન પાછળ મિલન પાર્ક બાજુમાં આવેલ ભાગ્યલક્ષ્મી એપાર્ટમેન્ટ ફ્લેટ નં.૪૦૩માં રહેતા અને ટાઇલ્સ ડીઝાઇનનો ધંધો કરતા પિયુષભાઇ દિલીપભાઇ પટેલ (ઉં.વ ૪૨)એ તા. ૨૭ના રોજ રાત્રીના સમયે તેમના ઘર પાસે પોતાની માલિકીની રૂ.૫,૦૦,૦૦૦/- ની કિંમતની મહીન્દ્રા સ્કોર્પીયો નં. જીજે-૩૬-બી-૮૬૯૧ વાળી સફેદ કલરની કાર પાર્ક કરી હતી. આ કારની રાત્રીના સમયે કોઇ અજાણયો ચોર ઇસમ ચોરી કરી ગયો હતો.પોલીસે ચોરીનાં આ બનાવની ફરિયાદ નોંધીને આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!