ટંકારા તાલુકાના હીરાપર ગામેથી બાઈકની ચોરી
પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા તાલુકાના હીરાપર ગામનાં રહેવાસી અંબારામભાઈ પોપટભાઈ ફેફર(ઉ.વ.૪૮) એ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા.૧૫/૦૩/૨૦૨૧નાં રોજ તેનું મોટરસાયકલ હીરો સ્પ્લેન્ડર રજી. નં. જીજે-૦૩-એચએન-૩૭૮૭ વાળું બાઈક રાત્રે ઘર પાસે શેરીમાં પાર્ક કરેલ હોય જે રાત્રિના દોઢ વાગ્યા આસપાસ કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઈ ગયો હતો. આજુબાજુ તપાસ કરતા હજુ સુધી મોટરસાયકલ ન મળતા તેમણે ગઈકાલે તા.૨૩ના રોજ ટંકારા પોલીસ મથકે બાઈક ચોરી થયાની ફરિયાદ નોંધાવેલ છે.ટંકારા પોલીસે બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના રફાળેશ્વર ગામ નજીકથી બાઈકની ચોરી
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શક્તિ પ્લોટમાં રહેતા ભાવિકભાઈ સેવંતીલાલ શાહ(ઉ.વ.૫૧) એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેનું બજાજ કંપનીનું સીટી૧૦૦ મોટર સાઈકલ નં. જીજે-૩૬-કે-૪૫૭૩ કિં.રૂ.૧૫,૦૦૦/- વાળું કોઈ અજાણ્યો ઇસમ રફાળીયા ગામ નંદ પેટ્રોલપંપ તથા દરિયાલાલ રિસોર્ટ ની વચ્ચે રોડ પરથી ચોરી કરી લઇ ગયો હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાવી છે. મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.