લોકોને એચ.આઈ.વી./ એઈડ્સ વિશે સાચી અને સંપૂર્ણ જાણકારી અને માહિતી મળે અને તેના વિશેની ગેર-માન્યતાઓ દૂર થાય જેથી એચ.આઈ.વી. ગ્રસ્ત વ્યક્તિઓ પ્રત્યે ધૃણા તથા ભેદભાવ દૂર થાય અને તેઓના હક તથા સન્માનની જાળવણી થાય તે હેતુથી 1 લી ડિસેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં “વિશ્વ એઈડ્સ દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે.
મોરબી જિલ્લામાં વિશ્વ એડ્સ દિવસની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લા હોસ્પિટલ ખાતે વિશ્વ એઇડ્સ દિવસની થીમના આધારે રંગોળી દોરવામાં આવેલ હતી. સન 1988ના 1લી ડિસેમ્બરના રોજ પ્રથમ વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી કરવામાં હતી. દર વર્ષે અલગ અલગ થીમને આધારે વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની વિશ્વ એઈડ્સ દિવસની થીમ છે Let Communities Lead એટલેકે “દરેક સમુદાય એચ.આઈ.વી./ એઈડ્સની નાબૂદી માટે નેતૃત્વ લે”. તે પ્રકારની થીમ આધારિત વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યાર બાદ નર્સિંગ સ્કૂલ વિધાર્થીઓ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલી હોસ્પિટલ ખાતેથી જૂના બસ સ્ટેન્ડ સુધી જઈ પરત હોસ્પિટલ સુધી આવેલ હતી તેમજ ત્યારબાદ હોસ્પિટલ ખાતે CDMO ડોક્ટર પ્રદીપ દુધરેજિયા સાહેબ દ્વારા એચઆઇવી એઇડ્સને લઇને માહિતી આપવામાં હતી. DTHO ડોક્ટર ધનસુખ અજાણા સાહેબના માર્ગદર્શન હેઠળ સફળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં DISH DAPCU તરફથી CSO સુરેશભાઈ હાજર રહેલ હતા, ICTC ખાતેથી વસંતભાઈ અને યાકુભાઈ હાજર રહેલ હતા, DTI વિભાગથી પીન્ટુભાઇ, તેમજ શ્વેતના પ્રોગ્રામથી પ્રોગ્રામ ઓફિસર પીયુષભાઈ અને રાજેશભાઈ હાજર રહ્યા હતા. તેમજ એચઆઇવી અટકાવવા માટે કામગીરી કરનાર સ્ટાફ,નવજીવન ટ્રસ્ટનો સ્ટાફ તેમજ પ્રોગ્રામ સ્ટાફ અને નર્સિંગ ના કે ડી ચરોલા સહિત સ્કૂલ નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.