મોરબી તાલુકાના જેતપર ગામથી આજુબાજુના ગામોને જોડતા માર્ગોને રીપેર કરવાની માંગ સાથે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ સહિતનાઓને રજુઆત કરાઈ છે જેમાં જણાવ્યા અનુસાર મોરબી તાલુકાના જેતપર ગામને આજુબાજુના ગામો સાથે જોડવું ખુબજ જરૂરી છે. કારણ કે જેતપર મોટું ગામ હોવાથી તે આજુબાજુના ગામો માટે એક ખરીદીનું સેન્ટર પણ છે. જેથી આજુબાજુના ગામના લોકોને વારંવાર જેતપર જવાનું થતું હોય છે. પરંતુ આ ગામને જોડતા માર્ગો બિસ્માર હાલતમાં હોવાથી ગ્રામજનો ભારે પરેશાની ભોગવી રહ્યા છે.આથી જેતપર ચકમપર સાથે જોડતો રસ્તો જે નવો અને પાકો બનાવવાની આવશ્યકતા છે તેમજ જેતપર ને ગાળા ગામને જોડતો રસ્તો, ઉપરાંત જેતપર અણીયારી, જેતપર દેવળિયા સહિતના રસ્તાઓ રીપેર કરવા માંગ ઉઠી છે.આ દિશામાં કાર્યવાહી કરવામાં નહિ આવે તો ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ રજૂઆતના અંતમાં જણાવ્યું છે.