રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. આગામી 1 અને 5 ડિસેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ત્યારે મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોનું ચૂંટણીચિત્ર સ્પષ્ટ થયું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠક પર ચૂંટણી લડવા અનેક ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. તેમાંથી પંદર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે. આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ હતો. ત્યારે હવે મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોનું ચૂંટણીચિત્ર સ્પષ્ટ થયું છે. મોરબીમાં 17, ટંકારામાં 5 અને વાંકાનેરમાં 13 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. જેમાં મોરબીમાં 17 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં રહેતા ઇવીએમમાં બબ્બે બેલેટ યુનિટ રાખવા પડશે. ત્યારે ઉલ્લેખનીય છે કે, આજે ઉમેદવારીપત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે મોરબીમાં નવ, ટંકારામાં બે અને વાંકાનેરમાં 4 ફોર્મ પરત ખેંચાયા છે.