Sunday, December 22, 2024
HomeGujaratહળવદમાં બુધવારે આઠ કલાક વીજકાપ રહેશે

હળવદમાં બુધવારે આઠ કલાક વીજકાપ રહેશે

મોરબીમાં હળવદ તેમજ દેવળીયામાં આવેલ 66 કેવી સબ સ્ટેશનમાં મેઈન્ટેનન્સનું કોઈ અગત્યનું કામ કરવાનું હોવાથી મોરબી PGVCL દ્વારા આ સબ સ્ટેશનમાં આવતા કુલ 16 વિસ્તારોમાં સવારે 8 થી બપોરે 4 વાગ્યા સુધી વીજ કાપ મૂકવામાં આવ્યો છે. જેમાં હળવદના હાઇવે અર્બન ફિડરમાં આવતા પંચમુખી ઢોરો, સુનીલ નગર, વણઝારા વાસ, ભારત પેટ્રોલીયમ, જનતા હોટલ, ક્રોસ રોડ શોપિંગ સેન્ટર, વસંત પાર્ક, રૂક્ષમણી પાર્ક, ઉમા-૧, ઉમા-૨, આલાપ ટાઉનશીપ તથા સરા રોડ વિસ્તારમાં વીજ કાપ રહેશે તેમજ દેવળીયાના દેવળીયા હાઇવે જેજીવાય ફિડરમાં આવતા જુના દેવળીયા, નવા દેવળીયા,સુરવદર, ધૂળકોટ અને પ્રતાપગઢ વિસ્તારમાં પણ કાલે લોકોને વીજળીથી અળગા રખાશે. તેમજ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મેઇન્ટેનન્સની કામગીરી પુરી થતા કોઈ પણ પ્રકારની જાણ કર્યા વિના વિજ પુરવઠો ચાલુ કરી દેવામા આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!