પીજીવીસીએલ મોરબીના ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ અને શનાળા પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલે મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી સવારે ૮:૦૦ થી બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.
PGVCLનાં જણાવ્યા અનુસાર, તારીખ ૦૩.૦૫.૨૦૨૩ ને બુધવારના રોજ ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ તથા શનાળા પેટા વિભાગ હેઠળનાં વિસ્તારોમાં વિજપુરવઠો મેંટનન્સ હેતુથી બંધ રાખવામાં આવશે. જેમાં રામદેવ જેજીવાય ફિડરમા આવતા પાનેલી ગામ, ગીડચ ગામ તથા આસપાસના વિસ્તારમા સવારે ૮:૦૦ થી ૧:૦૦ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. જયારે આદરણા ગામ તથા આસપાસના વિસ્તારમા સવારે ૭:૦૦ થી ૨:૦૦ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. તેમજ એસ.પી રોડ જેજીવાય ફિડરમા આવતા એસ.પી રોડ, રુદ્ર સોસાયટી, બોરિયાપાટી આસપાસના વિસ્તારમા તથા બહુમાળી ફિદરમા આવતા ફ્લોરા 158, લોટસ, શક્તિ રેસીડેન્સી,સંસ્કાર રેસીડેન્સી, રવાપર રેસીડેન્સી, વેલકમ, બોનીપાર્ક, લક્ષ્મી નગર સોસાયટી તથા સરદાર ફીડરમા આવતા રંગ ધરતી પાર્ક, પ્રમુખ સ્વામી નગર, રવાપર ગામ, હરી ૐ પાર્ક, સૂર્ય કિર્તી નગર તથા કેનાલ રોડ સહિતના આસપાસના વિસ્તારમા સવારે ૮:૦૦ થી ૧:૦૦ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. તેમજ મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે. તેમ PGVCL દ્વારા જણાવવામાં આવ્યું હતું.