Friday, December 27, 2024
HomeGujaratમોરબીના રંગપર ગામેથી ત્રીસ ડબલા બિયર સાથે પરપ્રાંતીય શખ્સ ઝડપાયો : એકનું...

મોરબીના રંગપર ગામેથી ત્રીસ ડબલા બિયર સાથે પરપ્રાંતીય શખ્સ ઝડપાયો : એકનું નામ ખુલ્યું

મોરબી તાલુકાના રંગપર ગામ નજીક સીરામીકના કારખાના પાસેથી બાઇકમાં બિયરના ટીન સાથે નીકળેલા પરપ્રાંતિય શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. જેની પૂછપરછ દરમિયાન અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

રંગપર ગામ નજીક લાફાન્સ સીરામીકના કારખાના નજીકથી બાઇક લઈ નીકળેલા પ્રતાપભાઇ વેચાનભાઇ ચૌહાણ (ઉ.વ-૩૦) રહે હાલ.રંગપર તા. મોરબી મુળ રહે.અસરીયાપાની પોસ્ટ-સોલવાન, રાજ્ય-મધ્યપ્રદેશવાળની પોલીસે તપાસ કરતા TVS અપાચે બાઇક.નં-MP-46-MR-4590 કિ.રૂ-૪૮૦૦૦ કિંગફીશર સુપર સ્ટ્રોંગ પ્રીમીયમ બિયર કંપનીના ટીન નંગ-૩૦ કિ.રૂ.3000/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો જેથી પોલીસે શખ્સની પૂછપરછ કરતા બિયરનો જથ્થો યાસીનભાઇ કાસમભાઇ મકવાણા (ઉ.વ-૪૦)રહે.હાલ મોરબી-૨ વિધ્યુતનગર સોસાયટી મુળ રહે.સુરેન્દ્રનગરવાળા પાસેથી વેચાણ કરવા માટે ખરીદ્યો હોવાની કબૂલાત આપી હતી જેથી મોરબી તાલુકા પોલીસે કુલ રૂ.૫૧૦૦૦/-ના મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!