Sunday, December 22, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં આજે અપમૃત્યુ-અકસ્માતે મૃત્યુના ત્રણ બનાવ નોંધાયા

મોરબી જિલ્લામાં આજે અપમૃત્યુ-અકસ્માતે મૃત્યુના ત્રણ બનાવ નોંધાયા

મોરબી જિલ્લામા અપમૃત્યુ-અકસ્માતે મૃત્યુની આજે વધુ ત્રણ બનાવો જુદા જુદા પોલીસ મથકે નોંધાયા છે. જેમાં ટંકારા-રાજકોટ રોડ પર અકસ્માતમાં પ્રૌઢનું મોત અને સળગી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા-રાજકોટ રોડ પર આવેલ પ્રભુભાઇ કામરીયાના ફાર્મ હાઉસ સામે સીએનજી રીક્ષા અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઈક સવાર પ્રૌઢનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. સી.એન.જી. રીક્ષા જેના રજી.નં. જી.જે.૩૬-યુ-૭૬૯૦ ના ચાલક અરવિંદભાઇ ધિરૂભાઇ ઉઘરેજા (રહે ટંકારા)એ આડેધડ જોયા વગર રોડ ક્રોસ કરતા આ વેળાએ પસાર થતી ડ્રીમ યુગા હોન્ડા બાઈક નં.જી.જે.-૩૬-એ-૭૧૩૮ને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક કિશોરભાઇ હમીરભાઇ ચૌહાણ (ઉ.વ.૨૭ રહે.મુળ ધ્રોલીયા તા.ટંકારા રહે. મીતાણા તા.ટંકારા) જમીન પર પટકાતા તેઓને જમણા પગે તથા કપાળમા મુંઢ ઇજા થઈ હતી જ્યારે બાઈકસવાર તેમના પિતા ધિરૂભાઇ કારુભાઇ ઉઘરેજાને ગંભીર ઇજાઓ થતા તત્કાલિક સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન તેનું મોત નિપજતા પરિવારમાં કાળો કલ્પાંત ફેલાયો છે.

અપમૃત્યુના અંગેના અન્ય એક કેસની હળવદ પોલિસ ચોપડે નોંધાયેલ વિગત અનુસાર હળવદ તાલુકાના કડીયાણી ગામેં રહેતા મહેશભાઇ ધીરજભાઇ વાઢરકીયા (ઉ.વ.૪૦) પોતાના ઘરે હતા આ દરમિયાન કોઇ કારણસર અગાસીમાંથી નીચે પટકાયા હતાં. જેને પગલે તેઓને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થઇ હતી. જેને લઈને તેઓને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની આયુશ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા ત્યારબાદ સીવીલ હોસ્પિટલ રાજકોટ ખાતે સારવાર માટે લઈ જતા જયા સારવાર કારગત ન નિવડતા તેનું મોત થયુ હોવાનું સામે આવ્યું છે.

જયારે મોરબી સીટી બી ડિવીઝન પોલીસ મથકે નોંધાયેલ અપમૃત્યુના કેસની વિગત અનુસાર
મોરબીના મહેન્દ્રનગર ખાતે ઉગમણા ઝાપામાં આવેલ શિતળા માતા વિસ્તારમાં રહેતા સંજયભાઇ લાલજીભાઇ માનેવાડીયા (ઉ.વ- ૩૫) ને ગત તા-૨૮/૦૩/ના રોજ રાજાભાઇ રાયમલભાઇ કોળીની સાથે ઝધડો થયો હતો. ત્યાર બાદ તેઓ ઘરે જતા મનમા ડર લાગી ગયો હતો જેને લઈને પોતે કેરોસીન છાંટી અગન પછેડી ઓઢી લીધી હતી.આ અંગે જાણ થતાં યુવાનને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં સારવાર કારગત ન નિવડતા યુવાને હોસ્પિટલ બિછાને આખરી શ્વાસ લીધા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!