Friday, December 27, 2024
HomeGujaratમોરબી તાલુકાનાં રફાળેશ્વર ચોકડી નજીકથી ટ્રકમાં ચોરખાનામાંથી ઈંગ્લીશ દારૂ-બીયરનાં જથ્થા સાથે ત્રણ...

મોરબી તાલુકાનાં રફાળેશ્વર ચોકડી નજીકથી ટ્રકમાં ચોરખાનામાંથી ઈંગ્લીશ દારૂ-બીયરનાં જથ્થા સાથે ત્રણ ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સુચના ડીવાયએસપી રાધીકા ભારાઇ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પીઆઈ વી.એલ.પટેલનાં માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસોને બાતમી મળેલ હોય કે, રફાળેશ્વર જી.આઇ.ડી.સી. ના નાકા પાસે આવેલ રામદેવ એન્ડ બિશ્નોઇ હોટલવાળા રાજુ શંકરલાલ બિશ્નોઇ વાળાએ ઇગ્લીશદારૂનો જથ્થો મંગાવેલ હોય જે જથ્થો આજરોજ મોડીરાત્રીના એક ટ્રકમાં આવનાર છે તેવી બાતમીનાં આધારે વોચ તપાસ દરમ્યાન હકીકતવાળો ટ્રક આવી હકીકતવાળી જગ્યાએ ઉભો રહેતા માલ મંગાવનાર તથા માલ લાવનાર ટ્રકમાંથી ઇગ્લીશ દારૂનો જથ્થો ઉતારવા જતા હોય દરમ્યાન તેઓને પકડી પાડી આ ટ્રકને ચેક કરતા આ ટ્રકના નીચેના ભાગે આવેલ ચોરખાનામાંથી તથા ટુલબોક્ષમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની બોટલો તથા બીયરનો જથ્થો મળી આવતા પોલીસે માલ લાવનાર આરોપી શ્રવણરામ બાબુરામ જાબુ, હનુમાનરામ કાનારામ જાખડ તથા માલ મંગાવનાર આરોપી રાજુ શંકરલાલ ખોખરને ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૬૪ કિં.રૂ.૨૯,૪૪૦/- તથા બીયરના ટીન નંગ-૪૫ કિ.રૂ.૪૫૦૦/- , એક ટાટા કંપનીનો ટ્રક નં. આરજે-૧૯-જીએફ-૭૯૧૪ કિ.રૂ.૧૨,૦૦,૦૦૦/ મળી કુલ રૂ.૧૨,૩૩.૯૪૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં પીએસઆઈ વી.જી.જેઠવા, એ.એસ.આઇ, નરવિરસિંહ જાડેજા, પો.હેડ. કોન્સ. સુરેશભાઇ લક્ષ્મણભાઇ હુંબલ, જયસુખભાઇ પ્રવિણભાઇ વસીયાણી, યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, પો.કોન્સ. ફતેસંગ ધીરૂભા પરમાર, દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, જયદીપભાઇ હર્ષદભાઇ પટેલ, રવિરાજસિંહ દાજીરાજસિંહ ઝાલા, પંકજભા પ્રવિણભા ગુઢડા, અશોકભાઇ ધીરૂભાઇ ખાંભરા, છત્રપાલ શામળ, દિપસંગભાઇ ચૌહાણ સહિતનાઓ રોકાયેલા હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!