રાજકોટથી સીએનજી રીક્ષામાં દેશી દારૂ લઈને આવી દારૂનો જથ્થો ઉતારતી વખતે પોલીસ ત્રાટકી
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે કાલિકા પ્લોટ વિસ્તારમાં દરોડો પાડતા રાજકોટથી સીએનજી રીક્ષામાં દેશી દારૂ ભરી આવેલી રીક્ષા તથા દેશી દારૂ ઉતારતા ત્રણ શખ્સોને રંગેહાથ ઝડપી લેવાયા હતા. સીટી એ ડિવિઝન પોલીસે સ્થળ ઉપરથી સીએનજી રીક્ષા તથા ૪૫૦ લીટર દેશી દારૂ કબ્જે લઇ દારૂ મંગાવનાર મહિલા આરોપી સહીત ચારેય આરોપી તથા તપાસમાં ખુલે તેના વિરુદ્ધ પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મળતી માહિતી અનુસાર મોરબી એ ડિવિઝન પોલીસને બાતમી મળેલ કે રાજકોટથી સીએનજી રીક્ષા રજી.નં.જીજે-03-બીયુ-7377માં દેશીદારૂ ભરી મોરબીના કાલિકા પ્લોટમાં રહેતી ફરઝાનાબેન એજાજભાઈ ચાનીયા તથા ફેઝલ ઉર્ફે ફેઝલો ફિરોઝભાઈ સેડાતને આપવા આવ્યા છે. જે મળેલ બાતમીને આધારે એ ડિવિઝન પોલીસ ટીમે મોરબીના કાલિકા પ્લોટમાં આવેલ કુખ્યાત આરીફ મીરના ડેલા સામે દરોડો પાડતા સીએનજી રીક્ષામાંથી દેશી દારૂનો જથ્થો ઉતારતા આરોપી કુંદનકુમાર ગૌરીશંકર સિંહ ઉવ.૨૬ રહે.હાલ રાજકોટ ભવાની ચોક સરકારી આવાસના મકાનમા જંગલેશ્વર મુળરહે ઉજૈન ટોલા પડોલી બીહાર, નારણસિંહ કામતપ્રસાદ ધોહરે ઉવ.૨૬ રહે રાજકોટ લલુડી વોકળી કેવડાવાળી પાસે ભાડાના મકાનમા મુળરહે દેપરા મધ્ય પ્રદેશ, ફૈઝલભાઈ ઉર્ફે ફેઝલો ફિરોજભાઈ સેડાત ઉવ.૨૩ રહે.હાલ કાલીકા પ્લૉટ આરીફ મીરના ડેલાની સામે મૂળરહે.માળીયા ફાટક પાસે આણંદભાઈની વાડી પાસે મોરબી-૨ ને રંગેહાથ ઝડપી લેવાયા હતા. પોલીસે સ્થળ ઉપરથી ૪૫૦ લીટર દેશી ડરી તથા સીએનજી રીક્ષા સહીત કી.રૂ.૫૯,૦૦૦/-નો મુદામાલ કબ્જે કર્યો હતો. જયારે દરોડા દરમિયાન મહિલા આરોપી ફરઝાનાબેન એજાજભાઈ આમદભાઈ ચાનીયા રહે કાલીકા પ્લૉટ મોરબી હાજર મળી ન આવતા તેને ફરાર દર્શાવી ચારેય આરોપીઓ તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.