Sunday, April 28, 2024
HomeGujaratટંકારાના નેકનામ ગામે રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ગાળવાની ધમધમતી ભઠ્ઠી ઝડપાઈ 

ટંકારાના નેકનામ ગામે રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ગાળવાની ધમધમતી ભઠ્ઠી ઝડપાઈ 

ટંકારાના નેકનામ ગામે રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી મકાનના ફળીયામાં ચાલુ દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લેવામાં આવી હતી. આ સાથે પોલીસે દેશી દારૂ બનાવવાના સાધન સામગ્રી સાથે બે આરોપીને ઝડપી લઇ ટંકારા પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તાપસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

 

ટંકારા તાલુકાના નેકનામ ગામે આવેલ બીજલભાઈ ભારમલભાઈ પરમારના રહેણાંક મકાનમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલુ હાલતમાં હોય જે મુજબની ટંકારા પોલીસને બાતમી મળી હતી. મળેલ બાતમીને આધારે નેકનામ ગામે રેઇડ કરતા રહેણાંક મકાનના ફળીયાના ખૂણામાં ગેસના ચૂલામાં પતરાનું બેરલ મૂકી દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ ચાલુ હોય જેથી આરોપી બીજલભાઇ ભારમલભાઇ પરમાર ઉવ-૩૨ રહે.નેકનામ તા.ટંકારા જી.મોરબી તથા સંજયભાઇ દિનેશભાઇ વરાણીયા ઉવ-૨૯ રહે.મોરબી લીલાપર રામાપીરના મંદિર સામેની સ્થળ ઉપરથી અટક કરવામાં આવી હતી. આ સાથે પોલીસે ૨૦ લીટર દેશી દારૂ, ૫૦ લીટર ગરમ આથો, ૧૦૦ લીટર ઠંડો આથો તથા દેશી દારૂ ગાળવાના સાધન સામગ્રી સહીત કુલ કિ.રૂ.૧,૬૬૦/-નો મુદામાલ જપ્ત કરી બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!